બોલિવુડ અભિનેત્રીઓને પણ ખૂબસુરતી મામલે ટક્કર આપે છે વિરાટ કોહલીની ભાભી, આ 7 તસવીરો જોઇ થઇ જશો દીવાના

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બલ્લેબાજીની તો પૂરી દુનિયા દીવાની છે. હવે તો બોલિવુડથી પણ વિરાટનો સંબંધ ગહેરો થઇ ગયો છે. વિરાટ કોહલીએ બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટલીમાં લગ્ન કર્યા હતા.

અનુષ્કાની ખૂબસુરતીની વાત કરીએ તો બધા તેમના દીવાના છે પરંતુ વિરાટના પરિવારમાં એક એવી સભ્ય છે જેની ખૂબસુરતી અનુષ્કાથી પણ વધારે છે. બોલિવુડ અભિનેત્રીઓ પણ તેમના આગળ ફિક્કી લાગે છે.

અમે વાત કરી રહ્યા છીએ વિરાટ કોહલીની ભાભીની જે ખૂબસુરતી મામલે અભિનેત્રીઓને પણ માત આપે છે. વિરાટ કોહલીના મોટા ભાઇનું નામ વિકાસ કોહલી છે. વિકાસ કોહલીની પત્ની અને વિરાટ કોહલીની ભાભી ચેતના કોહલી છે.

વિરાટની ભાભી ખૂબસુરતી મામલે કોઇ બોલિવુડ હિરોઇનથી કમ નથી. તેમની ખૂબસુરતી ઉપરાંત તેમની સ્ટાઇલ અને રહેણી કરણી ઘણી રોચક છે.

ચેતના અને વિકાસ કોહલી કેટલાક ખાસ અવસર પર સાથે જોવા મળે છે. વિરાટ અને અનુષ્કાની રિસેપ્શન પાર્ટી દરમિયાન આ કપલને ઘણુ કવરેજ મળ્યુ હતુ.

ચેતના કોહલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પતિ સાથેની ઘણી તસવીરો પણ શેર કરતી રહે છે. તે તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે, જેનો ખ્યાલ તેમની પોસ્ટ પરથી આવે છે.

ચેતના કોહલી લગ્ઝરી લાઇફસ્ટાઇલ એન્જોય કરે છે. તે હાઉસવાઇફ છે. ચેતના અને વિકાસ દિલ્લીમાં રહે છે.

અનુષ્કા શર્મા અને ચેતના કોહલી વચ્ચે ઘણી સારી કેમેસ્ટ્રી છે. બંને દેરાણી-જેઠાણી કેટલીક વાર પાાર્ટી અને ઇવેન્ટ્સ પર સાથે જોવા મળે છે. બંને એકબીજાનું ધ્યાન રાખવાનું ઘણુ પસંદ કરે છે.

Shah Jina