વિરાટ કોહલીના માથે આવી નવી મુસીબત, ચેન્નાઇ સામે કર્યું એવું કામ કે BCCIએ ફટકારી આ સજા… જુઓ

શિવમ દુબેની વિકેટ પડ્યા બાદ આક્રમક થવું કિંગ કોહલીને પડ્યું ભારે, ફટકારવામાં આવી મોટી સજા, જાણો સમગ્ર મામલો

હાલ IPLનો માહોલ દેશભરમાં ગુંજી રહ્યો છે, ત્યારે ગઈકાલે ખુબ જ રોમાંચક મેચ યોજાઈ જેની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચ હતી ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે. રસાકસી ભરેલી આ મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો. મેચની છેલ્લી ઓવર સુધી લાગી રહ્યું નહોતું કે કોણ જીતશે ?

બંને ટિમો વચ્ચે ખુબ જ કાંટાની ટક્કર હતી. ચેન્નાઇએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં જ 226 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કરી દીધો. જવાબમાં ઉતરેલી આરસીબીની ટીમે પણ પહેલી બે વિકેટ ગુમાવ્યા બાદ ખુબ જ ઝડપી શરૂઆત કરી, પરંતુ જીતના દ્વાર સુધી પહોંચતા પહોંચતા હારનો સામનો કરવો પડ્યો અને ફક્ત 8 રને RCB CSK સામે હાર્યું.

મેચ બાદ આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ RCB vs CSK મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ મેચ રેફરીએ તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો હતો. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ શિવમ દુબેની વિકેટ પર આક્રમક રીતે ઉજવણી કરી હતી, જેને જોઈને મેચ રેફરીએ તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી.

આરસીબીના પૂર્વ કેપ્ટને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. IPLએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દોષિત ઠર્યા બાદ તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.”

કોહલીએ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે. આચાર સંહિતાના લેવલ 1 ભંગ અંગે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. CSK સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલી બેટથી નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 6 રન બનાવીને CSKના આકાશ સિંહ દ્વારા બોલ્ડ થયો હતો.

Niraj Patel