ખબર

વિરાટ કોહલીએ પોતાની શર્ટલેસ તસવીર કરી શેર, લોકોએ કહ્યું અનુષ્કાએ ઘરથી નિકાળી દીધો છે કે શું?- જાણો પૂરો મામલો

સેમીફાઇનલમાં મેચ હાર્યા બાદ વર્લ્ડકપની હરિફાઇથી બહાર થયા પછી ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટઇન્ડિઝ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે કેરેબિયાઇ ટીમનો ત્રણેય ફોર્મેટમાં સફાયો કર્યો.

 

View this post on Instagram

 

💑❤🌞

A post shared by Virat Kohli (@virat.kohli) on

કેપ્ટન વિરાટ કોહલી પ્રવાસની બે ટેસ્ટ મેચ જીતીને ભારતનો સક્સેસફુલ ટેસ્ટ કેપ્ટન બની ગયો. પણ ઓવરઓલ જોવા જઈએ તો કોહલીનું વ્યક્તિગત પ્રદર્શન એટલું સારુ રહ્યું નથી, જેનાથી આઇસીસી ટેસ્ટ રેંકિંગમાં નબંર 1 બેટ્સમેનનો એનો તાજ છીનવાઇ ગયો.

વિરાટ કોહલીએ પ્રવાસ પૂર્ણ થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કરીને પોતાના પ્રશંસકોને હેરાનીમાં નાંખી દીધા છે. વિરાટના ચાહકો ને સમજાતું નથી કે આ ફોટો ક્યાંનો છે. ફોટામાં એ એવી જગ્યાએ બેઠેલો નજરે આવી રહ્યો છે, જ્યાં પથ્થર જોવા મળી રહ્યા છે. વિરાટ ફક્ત શોર્ટ્સમાં છે. વિરાટે આ ફોટાની સાથે લખ્યો છે જેટલો સમય આપણે આપણી અંદર જોઇએ છીએ, આપણે કંઇ પણ બહાર શોધવાની જરૂર નથી.

આ ફોટાને જોઇને વિરાટના ચાહકોએ અલગ અલગ પ્રકારની મસ્ત મજાની કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ખરેખર એના ફેન્સ જાણવા ઇચ્છે છે કે વિરાટ ક્યાં અને કઇ હાલતમાં છે. ટ્વિટર પર મજેદાર કમેન્ટનો માહોલ છે. લોકએ આ ફોટો પર તેને ટ્રોલ પણ કહ્યો છે અને આને નવા મોટર વ્હીકલ એક્ટ સાથે સાંકળી લખ્યુ,’વિરાટ ભાઇ ચાલાન કટ઼ ગયા ક્યા.’

જોકે વિરાટની આ પોસ્ટ પર કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી. કોઇએ લખ્યું, ટ્રાફિક પોલીસ સાપે દંડ ભર્યા બાદ. ત્યાં જ એક વ્યક્તિએ કહ્યું,’પત્ની અનુષ્કાએ ઘરથી નિકાળી દીધો છે કે શું?’ આમ વિરાટની પોસ્ટ પર વખાણની સાથે કેટલાક કોમેડી રિપ્લાઇ પણ આવ્યા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks