ખબર

ઓસ્ટ્રેલિયાની મીડિયા કોહલી અને પંડ્યા ઉપર લગાવ્યો હતો કોરોના નિયમ તોડવાનો આરોપ, દુકાનદારનું સામે આવ્યું નિવેદન

થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાની મીડિયા દ્વારા ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉપર કોરોના પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે આ વાતની હકીકત સામે આવી ચુકી છે. આ મામલામાં હવે સિડનીના બેબી સ્ટોરના માલિકનું નિવેદન પણ સામે આવ્યું છે.

Image Source

ઓસ્ટ્રેલિયાના બ્રોડકાસ્ટર્સ ફૉક્સ ક્રિકેટ તરફથી એક તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં એ વાત જણાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પહેલા પણ કોરોનાના નિયમો તોડ્યા છે. આ તસ્વીરની અંદર વિરાટ અને હાર્દિક એક ચાહક સાથે તસ્વીર ખેંચાવતાં જોવા મળી રહ્યા છે.

વિરાટ પણ જલ્દી જ પિતા બનવાનો છે અને હાર્દિક પંડ્યા પિતા બની ચુક્યો છે ત્યારે બંને સિડનીના એક બેબી સ્ટોરની અંદર કેટલોક સામન ખરીદવા માટે પહોંચ્યા હતા.બેબી સ્ટોરના માલિકે સ્પષ્ટ રૂપે જણાવ્યું છે કે, “બંને ક્રિકેટરોએ કોરોના પ્રોટોકોલનું ઉલ્લઘન નથી કર્યું. બંનેએ યોગ્ય અંતર જાળવી રાખ્યું હતું.”

બેબી વિલેજના મલિક નાથન પોંન્ગરાસ દ્વારા જણાવવામાં આવ્યું કે એ સમયે કોઈપણ કર્મચારીને ક્રિકેટર સાથે હાથ મિલાવવાની પરવાનગી નહોતી.આ સાથે જ તેમને એ વાત પણ જણાવી કે જયારે હાર્દિક અને કોહલી દુકાન ઉપર આવ્યા ત્યારે ન્યુ સાઉથ વેલ્સમાં કોઈ પ્રતિબંધ નહોતા. તેમને એમ પણ જણાવ્યું કે આ ખુબ જ શરમ જનક છે કે મીડિયામાં આટલું બધું થઇ ગયું.