ચેન્નાઈ સામેની મેચ પહેલા વિરાટ કોહલીએ જીમમાં વહાવ્યો ખુબ જ પરસેવો, અનુષ્કા શર્મા પણ પતિનો સાથ આપવા રહી હાજર, જુઓ વીડિયો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અવાર નવાર સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે કંઈકને કંઈક શેર કરે છે. આ કપલને લોકો એટલુ પસંદ કરે છે કે દરેક લોકો તેમનાથી જોડાયેલા નવા અપડેટ્સ જાણવા માટે ઉત્સાહિત હોય છે. આ દરમિયાન હવે વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અનુષ્કા શર્મા પણ તેની સાથે કસરત કરતી જોવા મળી રહી છે.

અનુષ્કા શર્મા સાથેનો વીડિયો શેર કરતી વખતે વિરાટ કોહલીએ તેને પોતાની ફેવરિટ ગણાવી છે. વિરાટ કોહલીના આ વીડિયો પર અનુષ્કા શર્માએ પણ પ્રતિક્રિયા આપી છે. વિરાટે શેર કરેલી ક્લિપમાં કપલ વેઈટ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં અનુષ્કા સ્લીવલેસ વ્હાઇટ ટોપ અને ગ્રે પેન્ટમાં જોવા મળી હતી, જ્યારે વિરાટે બ્લેક ટી-શર્ટ અને મેચિંગ શોર્ટ્સ પહેર્યા હતા.

આ વીડિયોને શેર કરતાં વિરાટે કેપ્શન લખ્યું હતું કે, “મારી ફેવરિટ અનુષ્કા શર્મા સાથે પરત ફર્યો”. વિરાટની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, અનુષ્કાએ ફ્લેક્સ્ડ બાઈસેપ્સ અને રેડ હાર્ટ ઈમોજીસ શેર કર્યા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે.

બીજી તરફ અનુષ્કા શર્માની વાત કરીએ તો તે છેલ્લે કેટરીના કૈફ અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરો (2018)માં જોવા મળી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અનુષ્કા શર્માએ કહ્યું હતું કે “હું ધન્ય અનુભવું છું કે હું આજે જે સ્થિતિમાં છું, હું જે પ્રકારની ફિલ્મો કરવા માંગુ છું, તે સમયને યોગ્ય ઠેરવે છે જયારે હું મારા બાળકથી દૂર રહું છું. હું મારા કામકાજી જીવ અને પોતાના પારિવારિક જીવન પર સમાન રૂપથી ધ્યાન આપવા માંગુ છું.”

આ વખતે વિરાટ કોહલી માટે IPLની આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. તે રન બનાવવા માટે સતત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં તેણે અત્યાર સુધી રમેલી 10 ઇનિંગ્સમાં માત્ર એક જ ફિફ્ટી કલેક્ટ કરી શક્યો છે, જ્યારે તેના નામે કુલ 186 રન છે. આ ટૂર્નામેન્ટમાં વિરાટે અત્યાર સુધી 20.67ની એવરેજથી રન બનાવ્યા છે, તે અત્યાર સુધી માત્ર 160 બોલ જ રમી શક્યો છે અને તે માત્ર 17 ફોર અને 3 સિક્સર જ ફટકારી શક્યો છે.

Niraj Patel