વિરાટ કોહલીના જન્મદિવસે અનુષ્કા શર્માએ શેર કરી બંને બાળકો સાથેની મસ્ત તસ્વીર, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના જન્મદિવસે તેમની પત્ની અને બોલિવूડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક અત્યંત ખાસ અને ભાવુક તસવીર શેર કરી છે. 5 નવેમ્બરના રોજ શેર કરવામાં આવેલી આ તસવીરમાં વિરાટ તેમના બંને બાળકો – આકાય અને વામિકા સાથે જોવા મળી રહ્યા છે.

અનુષ્કાએ હંમેશની જેમ તેમના બાળકોની ગોપનીયતા જાળવી રાખી છે. તસવીરમાં બંને બાળકોના ચહેરા પર નાના હૃદયના ઇમોજી મૂકીને તેમના ચહેરા છુપાવ્યા છે. આ ખાસ પળને શેર કરતી વખતે અનુષ્કાએ કોઈ કેપ્શન લખવાનું ટાળ્યું છે અને માત્ર હૃદય અને નજર ઉતારવાના પ્રતીક સાથે તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં વિરાટ કોહલી તેમના બંને બાળકોને પ્રેમથી પકડી રહ્યા છે. અનુષ્કા અને વિરાટે હંમેશા તેમના બાળકોની પ્રાઇવસી જાળવી રાખી છે અને સોશિયલ મીડિયા પર તેમના ચહેરા છુપાવીને જ તસવીરો શેર કરે છે.

અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ ઉત્તરપ્રદેશના આયોધ્યામાં થયો હતો. મોડલિંગથી શરૂ થયેલી તેમની કારકિર્દીએ 2008માં શાહરુખ ખાન સાથે ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. પ્રથમ ફિલ્મથી જ સફળતા મેળવનાર અનુષ્કાએ ‘બैંડ બાજા બારાત’, ‘પીકે’, ‘એનએચ10’, ‘સુલતાન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી હિટ ફિલ્મો આપી.

2015માં અનુષ્કાએ પોતાની પ્રોડક્શન કંપની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ શરૂ કરી, જેના બેનર હેઠળ ‘એનએચ10’, ‘ફિલૌરી’, ‘પારી’, ‘બુલબુલ’ અને ‘પાતાળ લોક’ જેવી સફળ ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ 2018માં રિલીઝ થઈ હતી.

5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં જન્મેલા વિરાટ કોહલીએ 18 વર્ષની ઉંમરે 2008માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. ત્યારથી તેમણે પાછું વળીને જોયું નથી. વિરાટે તમામ ફોર્મેટમાં 25,000થી વધુ રન બનાવ્યા છે અને 76 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.

2013માં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનેલા વિરાટે 2017માં વનડે અને ટી20 ટીમની કમાન પણ સંભાળી. તેમના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી અને ICC રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું.

વિરાટ-અનુષ્કાની પ્રેમ કહાની
2013માં એક હેર પ્રોડક્ટની એડ શૂટિંગ દરમિયાન બંનેની પ્રથમ મુલાકાત થઈ. ત્યારબાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યું અને 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીના ટસ્કની ખાતે લગ્ન કર્યા. જાન્યુઆરી 2021માં તેમની પુત્રી વામિકાનો જન્મ થયો અને ફેબ્રુઆરી 2024માં પુત્ર આકાયનું આગમન થયું.

બંને પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે. વિરાટ વિશ્વના સૌથી વધુ કમાણી કરતા ક્રિકેટર્સમાંના એક છે અને અનેક બ્રાન્ડ્સના એમ્બેસેડર છે. અનુષ્કા પણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે અને તેમની પ્રોડક્શન કંપની ઓટીટી પ્લેટફોર્મ પર સફળ કન્ટેન્ટ બનાવી રહી છે.

Divyansh