મનોરંજન

OMG: ભૂટાનમાં શું કરી રહ્યા છે ભારતનું ફેવરિટ કપલ વિરાટ-અનુષ્કા? 10 તસ્વીરો થઇ વાઇરલ

ભારતીય ક્રિકેટ ટિમ હાલમાં બાંગ્લદેશ સાથે ટી-20 મેચ રમી રહી છે, ત્યારે રવિવારે દિલ્હીમાં યોજાયેલી પહેલી મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવી દીધું હતું. આ સિરીઝમાં વિરાટ કોહલી નથી રમી રહયા છે. ત્યારે મેચ ન રમવાના કારણે તેમને અત્યારે જે સમય મળ્યો છે તે તેમને પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે વિતાવવાનું વિચારીને આપણા પાડોશી દેશની મુલાકાતે પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

There is a light that never goes out ♥️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ભૂટાન પહોંચ્યા છે અને તેમના આ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વિરાટ કોહલીનો જન્મદિવસ 5 નવેમ્બરના રોજ આવે છે ત્યારે તેઓ વિરાટનો 31મો જન્મદિવસ ઉજવવા માટે જ ભૂટાન પહોંચ્યા છે.

 

View this post on Instagram

 

Morning everyone ❤️😍

A post shared by Virat Kohli Fan Club (@viratkohli.club) on

અનુષ્કાએ તેમના આ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર ભૂતાનના શાકભાજી માર્કેટની બે તસ્વીરો શેર કરી છે અને એની સાથે જ તેને અહીં વિતાવેલા પોતાના બાળપણની યાદો પણ તાજી થઇ એ વાત શેર કરી છે.

Anushka Sharma Instagram Story

પતિ વિરાટ દ્વારા ક્લિક કરવામાં આવેલી આ તસ્વીરમાં અનુષ્કાને શાકભાજી માર્કેટમાંથી પસાર થતી જોઈ શકાય છે. અનુષ્કાને આ તસ્વીરમાં કાળું પેન્ટ, સ્વેટર અને ટોપી પહેરેલી જોઈ શકાય છે. જયારે તેને તાજા શાકભાજીના માર્કેટમાં એક આંટો માર્યો તો તેને બાળપણની યાદો તાજી થઇ ગઈ.

Anushka Sharma Instagram Story

બીજી એક વાયરલ થયેલી તસ્વીરમાં જયારે વિરાટ અને અનુષ્કા ભૂટાન પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું એ જોઈ શકાય છે. તસ્વીરમાં વિરાટ કોઈની સાથે હાથ મિલાવી રહયા છે અને અનુષ્કા તેમની બાજુમાં ઉભેલી દેખાઈ રહી છે. આ સિવાય અનુષ્કાએ ભૂટાનના કેટલાક દ્રશ્યોની તસ્વીરો પણ શેર કરી અને એ જગ્યાઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.

 

View this post on Instagram

 

Vacation mode onn 😍🔥 . Bhutan me Kaptaan! 🔥 . PC – @awaytobhutan

A post shared by Virat Kohli Fan Club (@viratkohli.club) on

ફિલ્મોની વાત કરીએ તો અનુષ્કા શર્મા રોહિત શેટ્ટી અને ફરાહ ખાન સાથે ફિલ્મ સત્તે પે સત્તાની રીમેકમાં કામ કરી શકે છે, જો કે આ વાતની કોઈ અધિકૃત જાણકારી નથી મળી. છેલ્લે અનુષ્કા શાહરુખ અને કેટરીના સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.