ખબર

મેરેજ એનિવર્સરી પર વિરાટ કોહલીએ શેર કરી અનુષ્કા શર્મા સાથે બેહદ ખુબસુરત તસ્વીર

એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નને આજે એટલે કે 11 ડિસેમ્બર 2020ના રોજ ત્રણ વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ દિવસ પર ક્રિકેટર વિરાટ કોહલીએ એક ખુબસુરત તસ્વીર શેર કરી છે. તો બીજી તરફ અનુષ્કા શર્મા જલદી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. અનુષ્કા બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ કોહલીએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ત્રણ વર્ષ અને જીવનભરનો એક સાથ. ક્રિકેટરની આ તસ્વીરને ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે. ફેન્સ લગ્નની ત્રીજી વર્ષગાંઠની શુભકામના પાઠવી રહી છે.

જોકે અનુષ્કા શર્મા દ્વારા હજી સુધી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ તસવીર કે પોસ્ટ શેર કરવામાં આવી નથી. 11 ડિસેમ્બર 2017 ઇટલીમાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લાંબા સમયના અફેર પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન તે વર્ષના લગ્નમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સની પણ જોરદાર ફેન ફોલોઇંગ છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

બંને માટે આ સમય ખાસ છે કારણકે જાન્યુઆરી મહિનામાં અનુષ્કા તેના પહેલા બાળકને જન્મ આપશે. તો ટિમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ સમયે ઓસ્ટ્રેલિયામાં છે. 17 ડિસેમ્બરથી શરૂ થનાર પહેલા ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)