વિરાટે દુબઈમાં પત્ની અનુષ્કા અને ટીમ સાથે ઉજવ્યો જન્મ દિવસ, ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ તસ્વીરો અને વિડીયો
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી ગઈકાલે 5 નવેમ્બરના રોજ 32 વર્ષનો થઇ ગયો. કોહલી અત્યારે દુબઈની અંદર આઇપીએલ રમી રહ્યો છે ત્યારે તેને પોતાનો 32મોં જન્મ દિવસ પોતાની ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર સાથે મનાવ્યો હતો. આ પાર્ટીની અંદર તેની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર હતી.

વિરાટના આ જન્મદિવસની ઉજવણી ઉપર તેના ચહેરા ઉપર તેના સાથી ખેલાડીઓએ કેકના થપેડા કર્યા હતા. કેકથી તેનો ચહેરો લથપથ થયેલો જોવા મળ્યો.

આજે બેંગ્લોરનો મુકાબલો હૈદરાબાદ સાથે છે ત્યારે એ પૂર્વે વિરાટ કોહલીના જન્મ દિવસની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી હતી.

વિરાટ કોહલીના જન્મ દિવસની ઉજવણીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં વિરાટ મોટી છરીથી કેક કાપી રહ્યો છે. અને કેક કાપીને તે પહેલા અનુષ્કાને ખવડાવી રહ્યો છે.ત્યારબાદ તેના ટીમ મેમ્બરને કેક ખવડાવી રહ્યો છે.

ત્યારબાદ ટીમના મેમ્બર કેક લઈને વિરાટના ચહેરા અને વાળમાં લગાવી રહ્યા છે. આ વીડિયોની અંદર યજુવેન્દ્ર ચહલ અને તેની મંગેતર ધનશ્રી પણ જોવા મળી રહ્યા છે. ચાહકો આ વિડીયો અને તેની તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
વિરાટ અને અનુષ્કા જલ્દી જ માતા-પિતા પણ બનાવના છે. અનુષ્કાના બેબી બંપની ઘણી જ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તે 2021માં માતા બની જશે.