વિરાટ કોહલીએ સમર્પિત કર્યું IPL 2021નું પહેલું અર્ધ શતક આ ખાસ અંગતને, વાયરલ થઇ રહ્યો છે તેનો વીડિયો, તમે પણ જુઓ

આઇપીએલ 2021ની અંદર દરેક ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેગ્લોર ધમાકેદાર મૂડમાં જોવા મળી રહી છે. આ સીઝનની અંદર બેંગ્લોર પોતાના 4માંથી 4 મુકાબલા જીતી અને પોઇન્ટ ટેબલ ઉપર પહેલા નંબરે છે.

ગઈકાલે યોજાયેલી બેગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચની અંદર બેગ્લોરએ રાજસ્થાનને 10 વિકેટે હરાવી દીધું. આ મેચમાં વિરાટ કોહલીએ 47 બોલની અંદર 72 રન ફટકારીને શાનદાર પારી રમી હતી. તેની સાથે જ વિરાટ હવે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. ગઈકાલની મેચમાં જ તેને 6000 રન પૂર્ણ કરી લીધા.

આ મેચની અંદર અર્ધશતક માર્યા બાદ વિરાટ કોહલીના હાવ ભાવ બદલાયેલા જોવા મળ્યા હતા. તેને આ અર્ધશતક દીકરી વામિકાને અર્પણ કર્યું છે. વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર અર્ધશતક માર્યા બાદ વિરાટ તેની દીકરી તરફ ઈશારો કરતો જોવા મળી રહ્યો છે. તેના બાદ તે બેટને હવામાં લહેરાવીને એવું કરે છે જાણે વામિકા તેના ખોળામાં છે. ચાહકો પણ તેને જોઈને ખુબ જ ખુશ થઇ રહ્યા છે. કારણ કે વિરાટનું આ અર્ધશતક ખુબ જ જરૂરી હતું અને તેને ટીમને ઐતિહાસિક 10 વિકેટે જીત પણ અપાવી. જુઓ વિરાટનો આ વાયરલ વીડિયો.

Niraj Patel