કિંગ કોહલીએ કરી ફાસ્ટ બોલર બૂમ બૂમ બુમરાહની બોલિંગની નકલ, સાથી ખેલાડીઓ પેટ પકડીને હસવા લાગ્યા, જુઓ વીડિયો

જસપ્રીત બુમરાહે શ્રીલંકા સામેની બેંગ્લોર ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ દિવસે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ દાવમાં 252 રન અને બીજા દાવમાં 303/9 રન બનાવ્યા હતા. શ્રીલંકાનો પ્રથમ દાવ (ભારત vs શ્રીલંકા) 109 રનમાં સમેટાઈ ગયો હતો.

શ્રીલંકા સામે મેચ જીતવા માટે 447 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. બુમરાહ બોલિંગે મેચના પહેલા જ દિવસે પ્રથમ ત્રણ ઓવરમાં શ્રીલંકાને બે ઝટકા આપ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંતે તેણે એન્જેલો મેથ્યુસને આઉટ કર્યો હતો. ભારતમાં પહેલીવાર બુમરાહે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

જ્યાં એક તરફ બુમરાહ શ્રીલંકાના બેટ્સમેનોની વિકેટો ઝડપી રહ્યો હતો તો બીજી તરફ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફેન્સનું અલગ રીતે મનોરંજન કરી રહ્યો હતો. કોહલી મેદાન પર બુમરાહના એક્શનની નકલ કરતો જોવા મળ્યો હતો. શ્રીલંકાની ઇનિંગની શરૂઆત પહેલા આ ઘટના બની હતી. કોહલી ટીમના બાકીના ખેલાડીઓ સાથે ઊભો હતો. દરેક ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.


વિરાટ કોહલી ખરેખર ખૂબ જ મસ્તીના મૂડમાં હતો. કોહલીએ બુમરાહની એક્શનની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તે પછી બાકીના ખેલાડીઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં. ટીકાકારો પણ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં. ટિપ્પણી કરતા ઈરફાન પઠાણે યાદ અપાવ્યું કે કોહલીએ પહેલા પણ હરભજન સિંહના એક્શનની નકલ કરી છે.

Niraj Patel