જીવનશૈલી મનોરંજન

34 કરોડના આ આલીશાન ઘરમાં પતિ વિરાટ સાથે રહે છે અનુષ્કા, અંદરથી દેખાય છે આવું

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિલેશન વિશે તો દરેક કોઈ જાણે જ છે.બંન્નેની જોડી બોલીવુડમાં સુપરહિટ જોડીમાની એક છે. એવામાં લગ્નના આટલા સમય પછી બંન્ને પોતાના આલીશાન ફ્લેટમાં શિફ્ટ થયા છે. આ આલીશાન ઘરની અંદરની તસ્વીર જોઈને તમે પણ હેરાન રહી જશો.

Image Source

બંન્નેનો પ્રેમ ક્રિકેટની પીચથી લઈને ફિલ્મની શૂટિંગ પર પણ જોવા મળે છે. અનુષ્કા શર્મા એક એવી અભિનેત્રીમાની એક છે જે બોલીવુડમાં આવતા જ છવાઈ ગઈ.

Image Source

જણાવી દઈએ કે વિરાટ કોહલીનું પુશ્તેની ઘર દિલ્લીમાં છે જ્યાં તે અત્યાર સુધી પોતાના પરિવાર સાથે રહેતા હતા પણ હવે તે પોતાની પત્ની અનુષ્કા સાથે આલીશાન બંગલામાં શિફ્ટ થયા છે. એવામાં આજે અમે તમને વિરાટના આલીશાન બંગલાની અંદરની તસ્વીરો દેખાડીશું.

Image Source

જણાવી દઈએ કે વિરાટ-અનુષ્કાનો આ બંગલો 7,000 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે અને તેને 34 કરોડ રૂપિયાના ખરીદ્યો હતો. બન્ને આ આલીશાન ઘરમાં શિફ્ટ પણ થઇ ગયા છે, અને એવામાં આ આલીશાન ફ્લેટની અંદરની તસ્વીરો સામે આવી છે.

Image Source

બંન્નેનો આ સી-ફેસિંગ આલીશાન ફ્લેટ મુંબઈના વર્લી વિસ્તારમાં ઓમકાર-1973 બિલ્ડિંગમાં સ્થિત છે. આ આલીશાન ફ્લેટ 35માં માળ પર સ્થિત છે જેને લીધે ત્યાંથી સમુદ્ર કિનારાનો સુંદર નજારો દેખાય છે. તેઓના ઘરની બારી ખોલતા જ ખુલ્લા આકાશનો સુંદર નજારો જોવા મળે છે.

Image Source

ખાસ વાત એ છે કે ક્રિકેટર યુવરાજ સિંહ અનુષ્કા-વિરાટના પાડોશી છે. જે એપાર્ટમેન્ટમાં વિરાટનું ઘર છે તેના 29 માં માળ પર યુવરાજ સિંહ પોતાની પત્ની સાથે રહી રહ્યા છે.

Image Source

એક સમયે આ ફ્લેટનું કંસ્ટ્રક્શન જોવા માટે વિરાટ અને અનુષ્કા સાથે જ ગયા હતા. આટલા સમય પછી આ ફ્લેટ બનીને તૈયાર થયો છે.

Image Source

તેઓના ઘરમાં વ્હાઇટ થીમ રાખવામાં આવી છે. બેડરૂમમાં જ્યાં સફેદ કલરનો કર્નેસ્ટ અને બેડશીટ્સ છે તો ઘરનું ફર્નિચર પણ બંન્નેએ પોતાની પસંદગીના અનુસાર લીધું છે.

Image Source

બંન્નેએ આ ઘર વર્ષ 2016 માં ખરીદ્યુ હતું, જેમાં પાંચ રૂમ છે અને જીમ પણ છે. ઘરમાં સુખ સુવિધાઓનું પૂરું ધ્યાન રખવામાં આવેલું છે.

Image Source

જો કે બંન્ને હંમેશા પોત-પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે પણ જેવો જ સમય મળે છે બંન્ને પોતાના ઘરે સમય વિતાવવો ખુબ પસંદ કરે છે.

Image Source

બંન્નેને કુતરાઓ સાથે ખુબ જ પ્રેમ છે, એવામાં તેઓએ પોતાના ઘરે એક કૂતરું પણ રાખ્યું છે જેની સાથેની તસ્વીરો તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. અનુષ્કા પણ મોટાભાગે પોતાના આ ઘરની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Image Source

વિરાટ કોહલીએ આ તસ્વીર લગ્નના અમુક દિવસો પછી શેર કરી હતી. આ સિવાય કૈપ્શન દ્વારા એ પણ જણાવ્યું હતું કે ઘરની કોફી કેટલી ખાસ હોય છે.

Image Source

આ તસ્વીર તે સમયની છે જયારે વિરાટ-અનુષ્કાએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિકેટરોને ઘરે ડિનર માટે આમંત્રિત કર્યા હતા.

Image Source

જણાવી દઈએ કે બંન્નેએ એકબીજા સાથે વર્ષો સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા છે. અયોધ્યામાં જન્મેલી અનુષ્કાએ પોતાના દમ પર બોલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.

Image Source

અનુષ્કાએ શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી’ જોડી દ્વારા ડેબ્યુ કર્યું હતું.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.