કોહલી કિંગના છોકરાના નામનો મતલબ જાણીને હોંશ ઉડી જશે, જાણો

ભારતીય દિગ્ગજ ક્રિકેટર સેલિબ્રિટી વિરાટ કોહલી અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ફેન્સને જબરદસ્ત ખુશખબર આપી છે. આ સુંદર કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ એક પોસ્ટ થકી આ ખુશખબરની જાહેરાત કરી હતી. આ સમાચાર મળ્યા બાદ બંનેને સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી તેના બીજા બાળક સાથે ગર્ભવતી છે. જોકે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી. થોડા સમય પહેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન બંનેના આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગર્ભાવસ્થાની અફવાઓમાં ખરેખર સત્ય છે.

તમને જણાવી દઈએ કે લંડનમાં 15 ફેબ્રુઆરીએ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો હતો જેની જાહેરાત 5 દિવસ બાદ આજે કરવામાં આવી છે. આ કપલે તેમના પુત્રનું નામ અકાય રાખ્યું છે. અકાયના બે અર્થ થાય છે. એક ‘અકાય’ એટલે શરીર વિનાનું – એટલે કે નિરાકાર અને બીજો અર્થ શાઈનિંગ મૂન (ચમકતો ચંદ્ર) એવો થાય છે.

તમને જણાવી દઈએ કે ક્રિકેટર વિરાટ કોહલીએ તેના બન્ને સંતાનો વામિકા અને અકાયનો નામ પણ અદ્દભૂત રાખ્યાં છે. એક બાજુ અકાયનો અર્થ ભગવાન અને ચમકતો ચંદ્ર થાય, તો બીજી બાજી વામિકાનો અર્થ પણ દેવી થાય છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ ડિસેમ્બર 2017 વર્ષમાં બોલીવુડની સક્સેસફુલ હિરોઈન અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. 2018માં પોતાની ફિલ્મ ઝીરો રિલીઝ થયા બાદ અનુષ્કા શર્માએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.

2021માં તેણે ક્યૂટ દીકરી વામિકાને જન્મ આપ્યો. ત્યાર બાદ અનુષ્કાએ કોઇ ફિલ્મમાં કામ કર્યું નથી. તે સ્પોર્ટ્સ ડ્રામા ચકડા એક્સપ્રેસથી વાપસી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે, પરંતુ તેની રિલીઝ ડેટ હજુ સુધી જાણવા મળી નથી.

YC