મનોરંજન

કરીનાએ સૈફને પૂછ્યું હતું કે કોનું લગ્ન જીવન છે શાનદાર, સૈફે પોતાનું નહિ પરંતુ વિરાટ-અનુષ્કાનું લીધું હતું નામ

અભિનેત્રી અનુષ્કા શર્મા પહેલીવાર માતા બની ચુકી છે જ્યારે કરીના કપૂર હવે થોડા જ દિવસમાં બીજીવાર માતા બનવાની છે. કરીના-સૈફ અને અનુષ્કા-વિરાટ ખુબ જ ચર્ચિત કપલ છે. આ કપલના લાખો લોકો દીવાના પણ છે પરંતુ જયારે કરીનાએ સૈફને કોની જોડી શ્રેષ્ઠ છે એવું પૂછી લીધું ત્યારે સૈફે પણ ખુબ જ રોમાંચક જવાબ આપ્યો હતો.

Image Source

સૈફ અલી ખાન કરીના કપૂરના ચેટ શોની અંદર પહોંચ્યો હતો. જેની અંદર આધુનિક લગ્નો વિશેની વાત ચાલી હરિ હતી. જયારે કરીનાએ સવાલ કર્યો કે “કયા કપલના લગ્ન સફળતાની સાથે ચાલી રહ્યા છે ?” ત્યારે તેના જવાબમાં સૈફે વિરાટ-અનુષ્કાનું નામ લીધું હતું.

Image Source

સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, “કોના લગ્ન શનદાર ચાલી રહ્યા છે તે કોણ જાણી શકે છે ? મતલબ કે લાગે કે બધું જ સારું ચાલે છે અને ના પણ હોય. એટલા માટે મને વિરાટ-અનુષ્કા પસંદ છે. બંને સાથે સારી રીતે તાલમેલ રાખતા જોવા મળે છે. બંને ખુશ દેખાય છે અથવા મારા માતા-પિતાનું પણ એવું જ બેલેન્સ હતું. હું તેમની પ્રસંશા કરું છું. જેવી રીતે ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર. બંને અલગ દુનિયા.”

Image Source

તો કરીનાએ પણ મજાકમાં પોતાના પતિને વચ્ચે જ ટોકી દીધો હતો અને કહ્યું હતું કે ફક્ત વિરાટ-અનુષ્કા જ કેમ ? સૈફે પોતાનું અને તેનું નામ કેમ ના લીધું ?  આ વાત ઉપર સૈફે જવાબ આપ્યો કે, “પોતાની પ્રસંશા કરવી સારી નથી ને? નજર ના લાગે.”