ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સાથે જ તેના અંગત જીવનને લઈને પણ તે લાઇમલાઈટમાં રહેતો હોય છે. વિરાટે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંનેને એક દીકરી પણ છે. જેનું નામ તેમને વામિકા રાખ્યું છે. હજુ સુધી વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીનો ચહેરો નથી બતાવ્યો, પરંતુ હાલમાં વામિકા તેની એક મિત્ર સાથે જોવા મળી રહી છે. જેની તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.
વિરાટ અને અનુષ્કા હાલ ઈંગ્લેન્ડમાં છે. જ્યાં તે ઇંગ્લેન્ડ વિરુદ્ધની સિરીઝમાં ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે. વિરાટ અને અનુષ્કા પોતાની દીકરી સાથે આ દરમિયાન ખુબ જ મસ્તી કરી રહ્યા છે. આ બધા વચ્ચે જ વામિકાએ પોતાની એક નવી મિત્ર પણ બનાવી લીધી છે.
વિરાટ કોહલીના મિત્ર અને આરસીબીના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની પત્ની ડેનિયલ ડિવિલિયર્સ દ્વારા હાલમાં જ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરવામાં આવી છે. આ તસ્વીરની અંદર તેમની દીકરી સાથે એક બીજી બાળકી પણ સામેલ છે. જેના કેપશનમાં ડેનિયલે લખ્યું છે કે “બેબી પોતાની પહેલી મિત્ર સાથે હગ કરતા.”
હવે ચાહકોએ આ તસ્વીર જોઈને અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો છે કે ડિવિલિયર્સની દીકરીની પહેલી દોસ્ત બીજું કોઈ નહિ પરંતુ વિરાટની લાડલી વમિક છે. કારણ કકૅ આ તસ્વીરની અંદર જે બીજી બાળકી દેખાઈ રહી છે તેના કાંડા ઉપર એક બ્રેસલેટ બાંધેલું નજર આવી રહ્યું છે. આ એજ બ્રેસલેટ છે જે થોડા દિવસ પહેલા અનુષ્કાની તસ્વીરમાં વામિકાના હાથમાં જોવા મળ્યું હતું.
View this post on Instagram
આ તસ્વીરની અંદર અનુષ્કા શર્માએ પણ લાઈક કરવાની સાથે સાથે કોમેન્ટ પણ કરી છે. અનુષ્કાએ કોમેન્ટ બોક્સની અંદર હાર્ટ વાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. હવે ચાહકો પણ માની રહ્યા છે કે આ અનુષ્કાની દીકરી જ છે. એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને લાખ્યાવામાં આવ્યું છે કે યેન્ટની પહેલી ફ્રેન્ડ વમિકા જ છે.” મોટાભાગના લોકોનું માનવું છે કે આ વોમિકા જ છે.