ફિલ્મી દુનિયા

માતા-પિતા બનવા જઈ રહેલા વિરાટ-અનુષ્કાએ કાપી કેક, સામે આવ્યો સેલિબ્રેશનનો વિડીયો

અનુષ્કા શર્મા અને ટિમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલી જલ્દીથી માતા-પિતા બનશે. અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પહેલી વાર માતાપિતા બનશે. આ ખુશખબરી સાંભળ્યા બાદ સોશિયલ મીડિયામાં ફેન્સ કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

આ ખુશખબરી સાંભળ્યા બાદ વિરાટ અને અનુષ્કાએ કેક કાપીને જશ્ન મનાવ્યો હતો. વિરાટ સાથે તેની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા પણ યુએઈમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma Fan Club 🕊️ (@anushkafcs) on

લોકડાઉન દરમિયાન અનુષ્કા પાતળ લોક અને બુલબુલ જેવા કેટલાક પ્રોજેક્ટ્સથી ઓનલાઇન ફેન્સનું મનોરંજન કરતી રહી. જોકે એક્ટ્રેસ લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેણે તાજેતરમાં જ પોતાને નિર્માતા તરીકે સાબિત કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma Fan Club 🕊️ (@anushkafcs) on

આ સમય દરમિયાન વિરાટ ફરી એક વખત તેના સાથી ખેલાડીઓ સાથે જોવા મળ્યો હતો. તાજેતરમાં આ કપલે ટીમ રોયલ ચેલેન્જર્સ સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma Fan Club 🕊️ (@anushkafcs) on

અનુષ્કા તેના પતિ સાથે ઇવેન્ટમાં પહોંચતાં જ ટીમે કપલ સાથે કેક કાપીને ખુશીનો જશ્ન મનાવ્યો હતો. વીડિયો આરસીબીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં વિરાટે કેઝ્યુઅલ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરી છે, ત્યારે અનુષ્કા ઓરેન્જ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2021 માં તે બેથી ત્રણ થવા જઈ રહ્યા છે.