ખબર ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: અનુષ્કા વિરાટના ઘરે ગુંજી ઉઠી કિલકારી, જાણો છોકરી આવી કે છોકરો?

થોડા દિવસ પહેલા બંને સ્પોટ થયેલા જેમાં અનુષ્કા અને વિરાટ બંનેએ કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરી રાખ્યું હતું. તો અનુષ્કા શર્મા મોટી સાઈઝની કાળા રંગની વન પીસ ટી શર્ટમાં જોવા મળી હતી. તો વિરાટ કોહલી આ દરમિયાન અનુષ્કાનું સંપૂર્ણ ધ્યાન રાખતો પણ જોવા મળ્યો હતો. વિરાટ અને અનુષ્કા બાંદ્રા સ્થિત એક ક્લિનિકની અંદર પહોંચ્યા હતા, તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી.

Image Source (Instagram: Viral Bhayani)

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અનુષ્કા અને વિરાટ બંનેએ કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરી રાખ્યું હતું. તો અનુષ્કા શર્મા મોટી સાઈઝની કાળા રંગની વન પીસ ટી શર્ટમાં જોવા મળી હતી. તો વિરાટ કોહલી આ દરમિયાન અનુષ્કાનું સંપૂર્ણ ધ્યાન રાખતો પણ જોવા મળ્યો હતો. વિરાટ અને અનુષ્કા બાંદ્રા સ્થિત એક ક્લિનિકની અંદર પહોંચ્યા હતા, તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી.

Image Source

અનુષ્કાએ આ સાથે જ નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, તો પોતાના લુકને મેચ કરવા માટે તેને કોલ્હાપુરી ચપ્પલ પહેર્યા હતા. આ વખતે પણ રેગુયલર ચેકઅપ દરમિયાન અનુષ્કા સાથે પતિ વિરાટ કોહલી નહિ પરંતુ તેનો ડ્રાઈવર જ નજર આવ્યો હતો.

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા માતા પિતા બની ગયા છે. હાલ મળતી ખબર પ્રમાણે અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે, જેની જાણકારી વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. વિરાટ કોહલીએ આ જાણકારી સોશિયલ મીડિયામાં ટ્વીટર દ્વારા શેર કરી છે, તેને પોસ્ટ કરીને જણાવ્યું છે કે “અમને બંનેને એ જણાવતા ખુશી થઇ રહી છે કે આજે બપોરે અમારે ત્યાં દીકરી જન્મી છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારી છીએ.”

વિરાટે આગળ જણાવ્યું છે કે, “અનુષ્કા અને અમારી દીકરી બંને એકદમ સુરક્ષિત છે અને આ અમારું સૌભાગ્ય છે કે અમને આ જીવનનું આ પ્રકરણ અનુભવ કરવાનું મળ્યું. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે આ સમય અમને થોડી પ્રાઇવસી હોવી જોઈએ.”

વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલા આ સમાચાર બાદ વિરાટ અને અનુષ્કાના ચાહકોમાં ખુશીની લહેર છે. થોડા દિવસ પહેલા જ વિરાટ અનુષ્કા ચેકપ માટે પહોંચ્યા હતા.