ખબર ફિલ્મી દુનિયા

વિરાટ કોહલીના ઘરે લક્ષ્મીજીએ લીધો અવતાર, ચાહકોમાં નામ અને ફર્સ્ટ લુકને લઈને જામી ચર્ચાઓ, આ નામ રાખે તેવી શક્યતા

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરમાં આજે કિલકારી ગુંજી ઉઠી, અનુષ્કાએ આજે બપોરે જ દીકરીને જન્મ આપ્યો જેની જાહેરાત વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.

Image Source

વિરાટે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “અમને બંનેને એ જણાવતા ખુશી થઇ રહી છે કે આજે બપોરે અમારે ત્યાં દીકરી જન્મી છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને એકદમ સુરક્ષિત છે અને આ અમારું સૌભાગ્ય છે કે અમને આ જીવનનું આ પ્રકરણ અનુભવ કરવાનું મળ્યું. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે આ સમય અમને થોડી પ્રાઇવસી હોવી જોઈએ.”

Image Source

દીકરીના જન્મ બાદ વિરાટ અને અનુષ્કાના ચાહકો ખુબ જ ખુશ છે, હવે તેના નામ અને તેના ફર્સ્ટ લુકને  લઈને ચાહકોમાં ભારે ઉતાવળ જોવા મળી રહી છે. પરંતુ ચાહકોને હાલ પૂરતી વિરાટની દીકરીનો ચેહરો જોવામાં નિરાશા મળી શકે છે, કારણ કે વિરાટે જ પોસ્ટની અંદર પોતાને પ્રાઇવસી આપવાની વાત જણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

ગુગલ ઉપર પણ વિરાટ અને અનુષ્કાની લાડલીની તસ્વીર અને નામ ખુબ જ સર્ચ કરવામાં આવી રહ્યું છે, હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે  બંને પોતાની દીકરીનું નામ “અન્વી” રાખી શકે છે. તો ચાહકો દ્વારા એવી પણ ધારણા રાખવામાં આવી રહી છે કે તે બંને પોતાની દીકરીનું નામ “અન્વી” રાખી શકે છે. અનુષ્કા (Anushka) તથા વિરાટ (Virat)ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી).

Image Source

અન્વીનો અર્થ તો આમ દયાળુ થાય છે, પરંતુ અનુષ્કા અને વિરાટના પહેલા અક્ષરોને લઈને નામ “અન્વી” રાખવામાં આવે તેવી ધારણા પણ રાખવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી વિરાટ કે અનુષ્કા દ્વારા નામની કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે ના કોઈ તસ્વીર શેર કરવામાં આવી છે. આવનારા થોડા જ દિવસમાં વિરાટ અને અનુષ્કાની લાડલીની તસ્વીર અને તેનું નામ પણ ચાહકો સામે આવી જશે.


વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલા આ સમાચાર બાદ વિરાટ અને અનુષ્કાના ચાહકોમાં ખુશીની લહેર છે. થોડા દિવસ પહેલા જ વિરાટ અનુષ્કા ચેકપ માટે પહોંચ્યા હતા.તો વિરાટના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક GIF શેર કરી ને આ રીતે ભત્રીજીનું સ્વાગત કર્યું હતું,

 

View this post on Instagram

 

A post shared by Vikas Kohli (@vk0681)

કેપશન માં લખ્યું , “ખુશીઓ માં વધારો થયો, અમારે ઘરે પરી આવી ” જેમાં એક નાનું બાળક જોવા મળી રહ્યું છે, આ તસ્વીરની અંદર કોઈ નાના બાળકના પગ નજર આવી રહ્યા છે પણ આ તસ્વીર વિરાટની દીકરી ની છે કે પ્રતીકાત્મક છે એ હજુ સ્પષ્ટ નથી થયું.