પત્ની અનુષ્કા સાથે ભક્તિ પિચ પર વિરાટ કોહલી : ફોર્મ ખરાબ થયા બાદ ભજન કિર્તનમાં લાગી ગયો પૂર્વ કેપ્ટન

ભજન-કિર્તનમાં પહોંચ્યો વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથે સામે આવી તસવીરો

ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં ખૂબ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તે છેલ્લા બે-અઢી વર્ષથી એક સદી ફટકારી શક્યો નથી. કોહલીનો આ ખરાબ સમય તેનો ઇંગ્લેન્ડમાં પણ પીછો નથી છોડી રહ્યો. વિરાટનું ખરાબ ફોર્મ તો ખત્મ થવાનું નામ જ નથી લઇ રહ્યુ. ઇંગ્લેન્ડ દોરા પર પણ કોહલીનું બેટ હજી સુધી શાંત છે. ચાહકોને આ દોરાની છેલ્લી મેચમાં કોહલી પાસે એક મોટી પારીની ઉમ્મીદ રહેશે. આ મહત્વની મેચ પહેલા સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જે વાયરલ થઇ રહી છે.

હવે વિરાટ ભગવાનની શરણમાં પહોંચ્યો છે. વિરાટ કોહલી આ સમયે ઇંગ્લેન્ડ દોરા પર છે અને અહીં તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે. આ બંને લંડનમાં એક ભજન-કિર્તનનો કાર્યક્રમ અટેન્ડ કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પહોંચેલા કોહલી અને અનુષ્કાની તસવીર સામે આવી છે. અહીં ભજન-કિર્તન ફેમસ અમેરિકી ગાયક કૃષ્ણા દાસે આયોજિત કર્યુ હતુ. તે ભક્તિ ગીતો માટે જાણિતા છે.

કોહલી અને અનુષ્કા પણ આ ભજન-કિર્તન અટેન્ડ કરવા પહોંચ્યા હતા. કૃષ્ણા દાસના શિષ્યોમાંથી એક હનુમાન દાસે એક તસવીર શેર કરી છે, જેમાં તે કોહલી અને અનુષ્કા સાથે નજર આવી રહ્યા છે. હનુમાન દાસની આ પોસ્ટથી ખુલાસો થયો છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લંડનના યૂનિયન ચાપેલમાં થયો અને તે બે દિવસ એટલે કે 14-15 જુલાઇ સુધી ચાલ્યો હતો.

જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. સીરીઝનો છેલ્લી એટલે કે નિર્ણયક મેચ રવિવારે 17 જુલાઇના રોજ રમાવાની છે.જો ફિફટીની વાત કરીએ તો, કોહલીએ છેલ્લે અડધી સદી 18 ફેબ્રુઆરી 2022એ મારી હતી. ત્યારે તેણે વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ટી20 મેચમાં ફિફટી મારી હતી.સંયોગની વાત છે કે આ મેચ કોલકાતામાં થઇ હતી અને તે બાદથી અત્યાર સુધી કોહલી ત્રણેય ફોર્મેટમાં ફિફ્ટી પણ નથી મારી શક્યો.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અઢી વર્ષથી ઇન્ટરનેશનલ સદી અને પાંચ મહીનાથી અડધી સદી નથી લગાવી શક્યો. કોહલીએ છેલ્લે સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ કોલકાતામાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં મારી હતી. ત્યારે તેણે 136 રનની પારી રમી હતી. તે બાદથી વિરાટ હજી સુધી ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી20માં સદી નથી ફટકારી શક્યો.

Shah Jina