ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ પત્ની અનુષ્કા સાથે આ જગ્યાએ માણી રહ્યો છે ફરવાની મજા, ચાહકોએ પણ માણી સેલ્ફી લેવાની મજા, જાણો ક્યાં છે આ સ્ટાર કપલ

વહેલી સવારે 5.30 કલાકે બાબાના ધામમાં પહોંચ્યા વિરાટ અને અનુષ્કા, એક કલાક સુધી રોકાઈને બાબાની કરી પૂજા અર્ચના, જુઓ તસવીરો

ભારત ટી-20 વર્લ્ડ કપ ના જીતી શક્યું એ વાતનું દુઃખ આખા દેશ સાથે ભારતીય ટીમને પણ છે. પરંતુ એક સારી વાત એ જોવા મળી કે છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલો ભારતીય ટીમનો ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી ફોર્મમાં આવી ગયો અને વર્લ્ડ કપમાં તેણે શાનદાર ઇનિંગ રમી. ત્યારે ટી-20 વર્લ્ડ કપ બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. અને આજથી ટી-20 મેચ પણ શરૂ થશે.

ત્યારે વિરાટ કોહલી ન્યુઝીલેન્ડના પ્રવાસે નથી ગયો અને તે હાલ પત્ની અનુષ્કા સાથે વેકેશનનો આનંદ માણતા જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા નિબ કરોરી મહારાજના આશીર્વાદ લેવા ગુરુવારે સવારે 5.30 કલાકે કૈંચી ધામ પહોંચ્યો હતો. જો કે આ દરમિયાન તેમની દીકરી વામિકા તેમની સાથે જોવા મળી ન હતી.

બાબા નિબ કરોરીના દર્શન કરવા માટે પહોંચેલા કોહલી અને અનુષ્કાએ કૈંચી ધામમાં એક કલાક વિતાવ્યો હતો. જેના બાદ તેઓ કારમાં રામગઢ જવા રવાના થયા હતા. વિરાટ અને અનુષ્કાએ ધામમાં વિંધ્યવાસિની દેવી, રાધા કૃષ્ણ, વૈષ્ણો દેવી, હનુમાન મંદિરના દર્શન કર્યા બાદ બાબાની સવારની આરતીમાં હાજરી આપી હતી.

મંદિરના પૂજારી પંડિત રાજેન્દ્ર કંડપાલે વિધિ વિધાન પ્રમાણે વિરાટ અને અનુષ્કાને પૂજા કરાવી હતી. બાબા નિબ કરોરી મહારાજની મૂર્તિની સામે બેસીને બંનેએ થોડો સમય ધ્યાન પણ કર્યું હતું અને વિશેષ પ્રાર્થના કરી બાબાની ધૂનીના દર્શન કર્યા. ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી ડો. જયપ્રસાદ અને પ્રદીપ સાહ (ભૈયુ) સાથે બેસીને મંદિર અને બાબા વિશે ચર્ચા કરી.

કોહલી અને અનુષ્કા કૈંચી મંદિર પહોંચ્યા કે તરત જ સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા અને તેમની સાથે સેલ્ફી લીધી. આ દરમિયાન કોહલી અને અનુષ્કાએ કોઈને પણ ફોટો લેવા માટે ના ન કહ્યું, અને બધાની સાથે તસવીરો ખેંચાવી. કૈંચી ધામમાં એક કલાક રોકાયા બાદ તેઓ બાબાનો પ્રસાદ લઈને રામગઢ તરફ ગયા.

મીડિયા રિપોર્ટ અનુસાર વહીવટીતંત્રના જણાવ્યા મુજબ બંને રામગઢ અને મુક્તેશ્વર વચ્ચેના એક પરિચિતના રિસોર્ટમાં રોકાયા છે. ધારીના સરના જિલ્લા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા સંજય પાંડેએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ગરમ ધાબળા અર્પણ કર્યા હતા.

Niraj Patel