ખબર મનોરંજન

દિવાળી ઉપર ફટાકડા ના ફોડવાની સલાહ આપીને ફસાઈ ગયો વિરાટ કોહલી, જન્મ દિવસનો વિડીયો શેર કરીને લોકોએ કર્યો ટ્રોલ

કરોડોપતિ વિરાટ કોહલીએ 10 દિવસ પહેલા પોતાના બર્થડે પર ફટાકડા ફોડેલા હવે બધાને ફટાકડા ના ફોડવાની સલાહ આપી

હાલમાં કોરોના વાયરસના કારણે દિવાળીના ઉત્સવમાં પ્રદુષણ ના ફેલાય તે માટે થઈને ઘણા લોકો ફટાકડા ના ફોડવાની વાતો જણાવવા લાગ્યા, તેમાં જ એક ભારતીય ક્રિકેટે ટીમનો કપ્તાન વિરાટ કોહલી પણ હતો. વિરાટે એક વિડીયો શેર કરી અને લોકોને ફટાકડા ના ફોડવા માટેની અપીલ કરી હતી. પરંતુ આ અપીલ કરવી તેને હવે ભારે પડી ગઈ છે. આ જ બાબતે હવે અનુષ્કાને પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે.

વિરાટે વિડીયોમાં ફટાકડાના ના ફોડવાની અપીલ કર્યા બાદ હવે તેના જન્મ દિવસનો એક વિડીયો શેર કરી અને લોકો તેને અને અનુષ્કાને ટ્રોલ કરી રહ્યા છે. વિરાટે થોડા સમય પહેલા જ પોતાનો જન્મ દિવસ દુબઈની અંદર ઉજવ્યો હતો. જેમાં તેને પોતાની ટિમ રોયલ ચેલેન્જર બેંગ્લોર સાથે ઉજવણી કરી હતી.

કોહલીના આ જન્મ દિવસના વિડીયોને આરસીબીએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર શેર કર્યો હતો. જેમાં કોહલી અનુષ્કા સાથે કેક કાપતા પહેલા બેકગ્રાઉન્ડમાં ફટાકડાફૂટતા નજરે આવે છે. જેના કારણે ટ્રોલર્સ હવે આ વિડીયોની સાથે તેના દિવાળીએ ફટાકડા ના ફોડવાનો વિડીયો શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે.

તો બીજી તરફ એક ટ્વીટર યુઝર્સ દ્વારા ટ્વીટ કરીને એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ અને અનુષ્કા પાસે પ્રાઇવેટ જેટ છે જે 3 કલાકમાં ખુબ જ કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢે છે. તેમને પર્યાવરણની સલાહ ના આપવી. આ રીતે પણ વિરાટ અને અનુષ્કાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.