Axis બેંક મેનેજરે ICICI બેન્કમાં ઘુસી અને મેનેજરની કરી નાખી હત્યા, કારણ જાણીને તમારા રૂંવાડા ઊભા થઇ જશે

દેશભરમાં હત્યા અને લૂંટના બનાવો સતત સામે  આવી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસ જ નહિ બેંક પણ આજે સુરક્ષિત નથી દેખાઈ રહી. આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં બેંકના પૂર્વ મેનેજરે જ બેંકમાં લૂંટનું ષડયંત્ર બનાવી ઘુસી ગયો અને વિરોધ કરવા ઉપર વર્તમાન બેંક મેનેજરની હત્યા કરી નાખી. તેને બેંક કેશિયર ઉપર પણ હુમલો કર્યો અને તે ઘાયલ થઇ ગઈ.

આ ઘટના બની છે મુંબઈ પાસે વિરારના ઉપનગરીય વિસ્તારમાં આવેલી ICICI બેંકમાં. જ્યાં 29 જુલાઈના રોજ લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ બેંક મેનેજર અને કેશિયરને બાદ કરતા બધો જ સ્ટાફ ચાલ્યો ગયો હતો. આ દરમિયાન જ AXIS બેંકનો મેનેજર લૂંટ કરવાના ઈરાદા સાથે બેંકમાં ઘુસી આવ્યો, તેને બેંકના લોકોર અને તિજોરીની સટીક જાણકારી પણ હતી.

તે લોકર રૂમમાં ગયો અને કર્મચારીઓને ધમકી પણ. આપી આરોપીએ 34 વર્ષીય બેંક મેનેજર યોગિતા વર્તક અને 32 વર્ષીય કેશિયર શ્વેતા દેવરૂખને રોકવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન જ આરોપીએ મેનેજર ઉપર ચાકુથી હુમલો કરી દીધો. કેશિયર ઉપર પણ હુમલો કર્યો અને તે ઘાયલ થઇ.ગઈ. હાલ તે સ્થાનિક હોસ્પિટલમાં ભરતી છે.

વધારે લોહીલુહાણ થવાના કારણે મેનેજર યોગિતા વર્તકનું મોત નીપજ્યું હતું. જયારે તેમના વચ્ચે હાથાપાઈ થઇ ત્યારે રસ્તા ઉપર હાજર લોકોએ હોબાળો જોયો અને બેંકમાં ઘૂસીને આરોપીને પકડી લીધો. જેના બાદ પોલીસને બોલાવવામાં આવી અને આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આરોપીએ આમ શું કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે આરોપી ઉપર ખુબ જ દેવું હતું. હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તેને આજ બેંકમાંથી કરજ લીધું હતું કે નહીં. પોલીસ હવે આ મામલાની ઊંડાણથી તપાસ કરી રહી છે.

Niraj Patel