રાજકોટમાં નવપરિણિત શિક્ષિકાનું ચાલુ કલાસે જ થયું હતું મોત, આખા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ- જાણો કેમ થયું આવું

દુઃખદ: અચાનક એવું તો શું થયું કે રાજકોટમાં મહિના પૂર્વે પરણેલા ટીચર ઢળી પડ્યા- કારણ જાણીને હચમચી જશો

કોરોના વાયરસના કારણે ઘણા લોકોએ પોતાના વ્હાલસોયા સ્વજનોને ગુમાવ્યા છે. તો ઘણા લોકો કોઈ બીમારીના કારણે દુનિયાને અલવિદા કહેતા હોય છે ત્યારે પરિવાર માથે દુઃખોનો પહાડ તૂટી પડતો હોય છે. આવું જ કંઈક હાલ રાજકોટમાં બન્યું છે, જ્યાં એક મહિના પહેલા લગ્ન બંધન બંધાયેલી શિક્ષિકાનું સ્કૂલના ચાલુ પિરિયડ દરમિયાન મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિરાણી હાઇસ્કૂલના શિક્ષિકા ચાર્મીબેન શિવભાઇ દેસાણીની તબિયત લથડ્યા બાદ ટૂંકી સારવારમાં તેમને દમ તોડતા શાળામાં ગમગીની ફેલાઇ છે. જેમના નિધનના કારણે સમગ્ર સ્કૂલ અને પરિવારમાં શોકની લહેર ફરી વળી હતી.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર શનિવાર્ણ રોજ જયારે 32 વર્ષીય ચાર્મીબેન બાળકોને ભણાવી રહ્યા હતા તે દરમિયાન જ તેમની તબિયત લથડી હતી, જેના બાદ તેમના સ્ટાફના લોકો તેમને હોસ્પિટલ પણ લઇ ગયા હતા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.

ચાર્મીબેનના લગ્ન હજુ ગત તા.15-7નાં રોજ ક્લાસીસ ચલાવતા શિવદાસ બટુકદાસ દેસાણી સાથે થયા હતા. શાળાના સૌથી નાની ઉંમરના શિક્ષિકા ચાર્મીબેન શાસ્ત્રીય ગીત-સંગીતમાં માહિર હોય શાળાના અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા સુધી લઇ જવામાં તેમને ખૂબ જ મહેનત કરી હતી. આવા આશાસ્પદ શિક્ષિકાના અકાળે નિધનથી બાળકો સાથે પરિવારમાં પણ ઊંડું દુઃખ વ્યાપી ગયું છે.

Niraj Patel