દ્વારકામાં રોડ ઉપર ચાલી રહી હતી કાર, રસ્તામાં અચાનક જ ખાડો પડતા જમીનમાં ગરકાવ થઇ ગઈ, જુઓ વીડિયો

ચોમાસાનો સમય છે ત્યારે રસ્તાઓ ઠેર ઠેર ભૂવાઓ સર્જતાં આપણે જોઈએ છીએ, થોડા સમય પહેલા જ મુંબઇનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પાર્કિંગ લોટની અંદર ઉભી રહેલી કાર અચાનક જમીનમાં ભુવો સર્જતાં અંદર ગરકાવ થઇ હતી, ત્યારે આવી જ એક બીજી ઘટના પણ સામે આવી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના દ્વારકા વિસ્તારના મેઈન રોડ ઉપર ચાલતી કાર જમીનમાં ગરકાવ થઇ ગઈ. આ દુર્ઘટનામાં કાર ચાલક યુવકે ખુબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે આઈ-10 કાર દિલ્હી પોલીસના એક જવાનની હતી. જે પોતાના એક મિત્રને મળીને દ્વારકા સેક્ટર 18ના અતુલ્ય ચોકમાંથી પસાર થઇ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તે જ સમયે મેઈન રોડની સડક અધર ઘસી ગઈ અને ચાલુ કાર જ જમીનની અંદર જ ઘુસી ગઈ. દિલ્હી પોલીસનો આ જવાન શવિની પટેલ નાગર સર્કલમાં ટ્રાફિકની અંદર ફરજ બજાવે છે. જમીનની અડનાર ઘુસી ગયેલી કારને ખુબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી. આ દુર્ઘટના બાદ લોકોની ભીડ પણ ત્યાં જમા થઇ ગઈ અને લોકોએ તેની તસવીરો અને વીડિયો પણ બનાવી લીધા જે હાલ વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel