ખબર

Video: બળબળતા તડકામાં પણ સ્કુટરથી ફરીને લોકોને પાણી પીવડાવે છે આ વૃદ્ધ સરદારજી

દરેક સુપર હીરો કોઈ ખાસ યુનિફોર્મ નથી પહેરતા પણ કયારેક સુપર હીરોઝ આપણી વચ્ચે પણ હોય છે. આપણે ત્યાં કહેવાયું છે કે તરસ્યાને પાણી પીવડાવું એક પુણ્યુ કામ છે ત્યારે એક વૃદ્ધ સરદારજીનો બળબળતી ગરમીમાં દિલ્હીના રસ્તાઓ પર લોકોને પાણી પીવડાવતો વિડીયો વાયરલ થયો છે.

Image Source

વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકો છો કે આ વૃદ્ધ સરદારજી ભર ગરમીમાં રસ્તાઓ પરથી પસાર થઇ રહેલા લોકોને પાણી પીવડાવી રહયા છે. તેઓ સ્કુટર પર પાણીનું કેન અને ગ્લાસ લઈને જોવા મળી રહયા છે. તેઓ રસ્તાના કિનારે ઉભા રહીને બસના મુસાફરી કરી રહેલા લોકોને અને રસ્તા પરથી ચાલીને પસાર થઇ રહેલા લોકોને પાણી આપી રહયા છે. આ વિડીયો જોઈને સાબિત થઇ રહ્યું છે કે આજે જયારે તરસ છિપાવવાના પણ રૂપિયા આપવા પડે છે, પાણી પણ વેચાઈ રહ્યું છે ત્યારે કેટલાક લોકો આજે પણ માને છે કે લોકોને પાણી પીવડાવવું પુણ્યનું કામ છે.

જુઓ વિડીયો:

આ વિડીયો ક્યારનો છે એ વિશે હાલ જાણકારી નથી. પણ કહેવાય છેને કે કેટલાક લોકો ગુમનામીમાં રહીને પણ લોકોની સેવા કરવામાં માને છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ લાઇક અને શેર કરી રહયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના આ કામના ખૂબ જ વખાણ પણ કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks