વાયરલ

ઇંટ અને સિમેન્ટથી બનાવ્યુ ACને પણ ફેલ કરી નાખે એવું ‘દેશી કુલર’, આની કલાકારી જોઇ તમે પણ કરશો શત શત નમન

ઘણીવાર એવુ કહેવામાં આવે છે કે, દુનિયામાં સૌથી મસ્ત લોકો તે હોય છે જેને તમે કોઇ પણ મુશ્કેલ કામ આપી દો તે કામને તે સીધી રીતે ના કરી તેમની તરકીબ અપનાવે. આપણી ત્યાં આવા લોકોને જુગાડુ કહે છે. તેમની ક્રિએટિવિટિના મજેદાર વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેને યુઝર્સ દ્વારા ઘણુ પસંદ કરવામાં આવે છે. હાલના દિવસોમાં જ એક એવો જુગાડ વાયરલ થઇ રહ્યો છે જે ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યાર સુધી તમે પ્લાસ્ટિક અને લોખંડનું કુલર જોયુ હશે, પરંતુ સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં ઇંટો અને સિમેન્ટથી બનેલ કુલર વાયરલ થઇ રહ્યુ છે. હવા એવી કે AC પણ ફેલ થઇ જાય. આ કુલરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ઇંટોની મદદથી એક કુલર તૈયાર કરવામાં આવ્યુ છે, જેની બનાવટ બિલકુલ પ્લાસ્ટિક અને લોખંડવાળા કુલર જેવી છે. જેમાં એક પંખો લાગેલો છે અને કુલર ખૂબ જ ઝડપથી હવા ફેંકી રહ્યુ છે. આ વીડિયો જોનાર બધા હેરાન છે. અને એ વિચારી રહ્યા છે કે આને બનાવનારે કઇ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જુઓ તમે પણ આ વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)