વાયરલ

આ છોકરીએ કર્યા બોટ પર યોગ અને પછી થયુ એવુ કે, વીડિયો જોઇ તમારી હસી નહિ રોકી શકો

આ છોકરીએ બોટ પર ન કરવાનું કરી દીધું અને પછી…

સોશિયલ મીડિયા પર કેટલીક વાર થોડા અજીબ વીડિયો વાયરલ થઇ જાય છે. સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવા માટે કંઇ પણ અનોખુ કરતા રહે છે. જેને જોઇને સમજમાં નથી આવતુ કે તેમને જોઇને હસીએ કે ચોંકી જઇએ, યોગ દિવસ 2021ના ખાસ અવસર પર એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક છોકરી સરોવરની વચોવચ જીવના જોખમે યોગ કરી રહી છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક છોકરી સરોવરની વચોવચ એક બોટ પર છે. તડકાથી બચવા માટે તેણે સનગ્લાસેસ કેરી કર્યા છે. તે બોટ પર જ યોગ કરવાની કોશિશ કરી રહી છે.

યોગ કરતા કરતા તેનું બેલેન્સ બગડી જાય છે અને તે પાણીમાં પડી જાય છે, પરંતુ ખાસ વાત તો એ છે કે, તેના સનગ્લાસેસ તેની જગ્યા પરથી હલતા જ નથી. આ વીડિયો Weird Videz નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે. વીડિયો જોઇ લોકો મિક્સ રિએક્શન આપી રહ્યા છે. કેટલાકની હસી રોકાઇ નથી રહી તો કેટલાક છોકરીના ફેલ થવા પર દુખી થઇ રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by WEIRD Vidz (@weirdvidz)