ખબર

“મારા પપ્પાને ના મારશો !” દીકરો પોલીસને કરતો રહ્યો આજીજી પણ પોલીસને ના આવી દયા, જુઓ વીડિયો

કોરોનાના વધતા સંક્રમણના કારણે કેટલીક આદતો હવે જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. જેમ કે વારંવાર હાથ ધોવા, સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો અને માસ્ક ફરજીયાત પહેરવું. લોકો માસ્ક ફરજીયાત પહેરે તેના માટે સરકાર દ્વારા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન એક કિસ્સો એવો સામે આવ્યો છે જે જાણીને કોઈ પણ ચોંકી ઉઠશે.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં યોગ્ય રીતે માસ્ક ના પહેરવા ઉપર પોલીસનો એક વ્યક્તિ સાથે વિવાદ  થઇ ગયો. પરદેશીપુરા ક્ષેત્રમાં 35 વર્ષીય વ્યક્તિને બે પ;ઓટ્સ આરક્ષક દ્વારા મંગળવારે રોડની વચ્ચે નીચે પાડીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયાની અંદર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોના વાયરલ થયા બાદ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે બે પોલીસ કર્મીઓ એક વ્યક્તિને ખરાબ રીતે માર મારી રહ્યા છે. જયારે તેનો દીકરો અને કેટલીક મહિલાઓ પોલીસ કર્મીઓ પાસે દયાની ભીખ માંગી રહ્યા છે. પરંતુ પોલીસને સહેજ પણ દયા નથી આવી રહી.

પોલીસ અધિક્ષક આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે વીડિયોમાં જોવા મળી રહેલા બંને આરક્ષકોના અનુચિત વર્તનના કારણે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એક શહેર પોલીસ અધિક્ષકને આ મામલાની તપાસ સોંપવામાં આવી છે.

બાગરીએ  દાવો કર્યો છે કે વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિએ માસ્ક નહોતો પહેર્યો. અને બંને પોલીસ કર્મીઓએ તેમને રોક્યા, ત્યારબાદ પોલીસ કર્મીઓ સાથે તેમને ગેરવર્તણૂક કરતા તેમના કોલર પકડ્યા અને તેમની સાથે ગાળો બોલી મારપીટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તેમને જણાવ્યું કે જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેને કાપીને તૈયાર કરવામાં આવ્યો છે. જેના કારણે પોલીસની છબી ખરાબ થઇ શકે. પોલીસના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે જે વ્યક્તિએ પોલીસ કર્મીઓ સાથે કથિત વિવાદ કર્યો તેની ઓળખ કૃષ્ણકાંત કુંજીર (35)ના રૂપમાં કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તે સ્મેકનો આદિ છે અને તેના વિરુદ્ધ ચાકુબાજી અને જબરદસ્તી કરવાના પણ મામલા દાખલ છે.