ચાર રસ્તા ઉપર રેડ સિગ્નલ થતા જ ડાન્સ કરવા આવી જતી યુવતીને જોવા થંભી ગયો ટ્રાફિક, વીડિયો વાયરલ થતા પોલીસે કહ્યું કે…

આજકાલનું યુવા ધન સોશિયલ મીડિયામાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે એવા એવા નાટકો કરે છે જેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. ઘણા લોકો તો વાયરલ થવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં આપણે વાયરલ થતા જોયા હશે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ચાર રસ્તા ઉપર જ એક છોકરી નાચવા લાગે છે. (તમામ તસવીરો/ઇન્સ્ટાગ્રામ)

આ વાયરલ થઇ રહેલો વીડિયો ઈંદોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રસોમાં ચાર રસ્તા ઉપરનો છે, જ્યાં યાત્રીઓ ચાર રસ્તા ઉપર જ એક યુવતીનો ડાન્સ જોવા માટે થોભી ગયા હતા. શરૂઆતમાં લોકોને ડાન્સ જોઈને લાગ્યું કે કદાચ આ ટ્રાફિક પોલીસની મદદ કરવા માટેની પહેલનો એક ભાગ હશે, પરંતુ વીડિયો વાયરલ થતા ખબર પડી કે આ માત્ર લોકપ્રિયતા મેળવવા માટેની એક રીત હતી.

રસોમાં ચાર રસ્તા ઉપર ફેલશ મોબ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શહેરના વ્યસ્ત ચાર રસ્તામાંથી એક આ રસોમા ચાર રસ્તા ઉપર શ્રેયા કાલરા નામની મોડલ ટ્રાફિક સિગ્નેલ ઉપર આવી અને રેડ સિંગ્નલ થતા જ ડાન્સ કરવા લાગી જાય છે જેને લઈને ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભેલા લોકો પણ હેરાન રહી ગયા હતા.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે યુવાનોને અપીલ કરી છે જે તે એવી જગ્યાએ એન્ટરટેટમેન્ટ કરે જ્યાં તેમના જીવને ખતરો ના હોય. જો કે આ યુવતી પણ ટ્રાફિક ઉપર લાલ સિગ્નલ થતા જ ડાન્સ કરતી હતી અને સાથે જ લોકોને માસ્ક પહેરવા માટે પણ અનુરોધ કરતી જોવા મળી હતી.

Niraj Patel