અજબગજબ

કાગડાએ કર્યું એવું કામ કે જે જોઈને માણસનો આંખ ખુલ્લી જશે, જુઓ તમે પણ આ વિડીયો

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉને કારણે બધા લોકો સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેનાથી કોઈ પણ વ્યક્તિને રાતોરાત પ્રસિદ્ધિ થઇ જાય છે. હાલમાં જ એક વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ સમગ્ર મામલો રસ્તો ક્રોસ કરાવવાનો છે. આ વિડીયો માણસથી જોડાયેલો નથી. મતલબ કે, કોઈ બાળક, વૃદ્ધ કે કોઈ દિવ્યાંગ વ્યક્તિને રોડ ક્રોસ કરાવવાનો નથી. પરંતુ એક પક્ષીએ જમીન પર રહેનારા એક જીવને રસ્તા પર કરાવવામાં મદદ કરી છે. વાંચીને આશ્ચર્ય થયું ને ? પરંતુ આ વાત સાચી છે.

આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જો વિશ્વાસ ના આવતો હોય તો વિડીયો જોઈ લો.આ કારણે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ટ્વીટર યુઝર StanceGroundedએ 24 મેના દિવસે આ વિડીયો શેર કર્યો હતો.
આ લખાય છે ત્યાં સુધીમાં 90 હજારથી વધુ લાઈક મળી ચુકી છે, અને 30 લાખથી વધુ વ્યુ થઇ ગયા છે. આ વીડિયોના કેપ્સનમાં લખ્યું હતું કે, હજકોંગને બચાવવા માટે કાગડાએ તેને ધક્કો મારીને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. બધા હીરો કેપ નથી પહેરતા.

આ વિડીયોને કાર ચાલકે શૂટ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હેજહોગ (જંગલી ઉંદર)ને જોઈને રસ્તા વચ્ચે ગાડી રોકી દે છે. પરંતુ જયારે કાગડો ત્યાં પહોંચે છે અને તે હેજહોગને તેની ચાંચને ધક્કો મારી દે છે. આ બાદ તેને રસ્તા સુધી લઇ લે છે. આ કરીને બચાવી લે છે બાદમાં ઉડી જાય છે.

આ વિડીયો બાદ લોકો 2 પ્રકારની વાત કરી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું હતું કે, કાગડો હેજહોગને બચાવી રહ્યો છે તો ઘણા લોકો બોલી રહ્યા છે કે તે હેજહોગનો શિકાર કરી રહ્યો છે. નક્કી તમારે કરવાનું છે કે કાગડો શું કરી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.