Fact Check

પોલીસે કેમેરાની સામે જ મારી દીધી હતી એક કપલને ? જાણો વાયરલ થઇ રહેલા વીડિયોની હકીકત

સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસ પહેલા એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો જેમાં ઉત્તર પ્રદેશ પોલીસના એક અધિકારી પહેલા યુવક અને ત્યારબાદ તેની એક મિત્ર ઉપર ગોળી મારવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ફેક્ટ ચેકની અંદર આ દાવો ખોટો નીકળ્યો છે. યુપી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા યુઝર્સના આ દાવાની પોલ ખોલી નાખી છે.

ઉત્તર પ્રદેશના આતંકવાદી નિરોધી દસ્તા અને અતિરિક્ત પોલીસ અધિકક્ષક રાહુલ શ્રીવાસ્તવે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આ વીડિયોમાં ભ્રમ અને સવાલ પેદા કરી રહ્યા છે. તેમેં આગળ જણાવ્યું છે કે ફેક્ટ ચેક બાદ ખબર પડી છે કે આ વીડિયો હરિયાણાના કરનાલમાં એક કેફેની બહાર શૂટ કરવામાં આવ્યો છે જે એક વેબ સીરીઝનો ભાગ છે. કરનાલ સ્થિત “ફ્રેન્ડ્સ કેફે” મેનેજરે પણ આ વાતની ખાતરી કરી છે.

તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોની અંદર એક યુવક અને પોલીસ વાળા વચ્ચે લડાઈ થઇ જાય છે જેના બાદ તે તેને ધક્કો મારે છે. થોડી જ સેંકેન્ડની અંદર પોલીસવાળો પોતાની બંધુક કાઢે છે અને તે માણસની છાતીમાં ગોળી મારી દે છે. ત્યારબાદ તે વ્યક્તિ સાથે આવેલી તેની મિત્ર રડવા લાગે છે અને બેસી જાય છે. ત્યારબાદ યુવતી તે પોલીસવાળાને ગાળ બોલે છે અને પછી પોલીસવાળો તેને પણ ગોળી મારી દે છે.

આ વીડિયોના આધારે કેટલાક લોકો ટ્વીટર ઉપર ઉત્તર પ્રદેશ પોલીસને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ ફેક્ટ ચેકમાં તેમના બધા જ દાવા પોકળ નીકળ્યા. ત્યારબાદ ઘણા લોકોએ આ વેબ સીરીઝને બેન કરવાની પણ માંગણી કરી છે જેના કારણે પોલીસની છબી ખરાબ થઇ રહી છે.