એક તરફ બિહારમાં ભારે વરસાદથી અને તેના કારણે આવેલ પુરથી લોકોના હાલત ખરાબ થઇ ગઈ છે, ત્યારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ ત્યાર સુધી 24થી વધારે લોકોની મોત પણ થઇ ગઈ છે. અને બીજી તરફ આવા પૂરની વચ્ચે લાલ ડ્રેસ પહેરેલી એક છોકરીનું ફોટોશૂટ વાઇરલ થયું છે. સોશ્યિલ મોડિયા પર વાઇરલ થયેલ આ ફોટોશૂટમાં એક છોકરી લાલ ગાઉન પહેરીને પાણીથી ભરેલ રસ્તા પર હસતી જોવા મળે છે. આ ફોટોશૂટને મરમેડ ઈન ડિઝાસ્ટર નામ આપવામાં આવ્યું છે.
આ છોકરીનું નામ અદિતિ સિંહ છે અને તે એનઆઈએફટી(NIFT) પટનાની વિદ્યાર્થીની છે. તે એક મોડલ પણ છે. પટનાના એક ફોટોગ્રાફર સૌરવ અનુરાજે શનિવારની સવારે બિહારમાં વરસાદ, પૂર અને તેના લીધે થયેલ ખરાબ હાલતને બતાવવા માટે અદિતિની સાથે મળીને ફોટોશૂટ કરવાનો પ્લાન કર્યો હતો. સૌરવ મુજબ આ ફોટોશૂટ કરવાનું પાછળનો ઈરાદો પટનાની હાલત બતાવવાનો છે. આ ફોટોશૂટને બીજા કોઈ ગલત ઈરાદાથી કરવામાં આવેલ પ્રોગ્રામ ન સમજવું.
સૌરવને બિહારના બોરિંગ રસ્તા અને તેની આસપાસની જગ્યાનું ફોટોશૂટ શનિવારે 7 વાગે કર્યું હતું. આ ફોટોશૂટમાં તેને અદિતિને મોડલ તરીકે દર્શાવી છે. તે અલગ રસ્તા પર અલગ અલગ પોઝ આપતી જોવા માટે છે. આ ફોટોશૂટનું મેન ફોકસ તો વેન પીસ પહેરેલી મોડલ જ હતી પરંતુ પાછળ પાણીથી ભરાયેલા રસ્તા, રસ્તા પર પડેલા ઝાડ, પાણીમાં ફસાયેલી ગાડી, રસ્તા પર આવતા જતા લોકો દરેકનું ધ્યાન પોતાના તરફ ખીચી લે છે. આ સોશ્યિલ મેસેજ આપતી મોડલે પોતાનું કામ ખુબ જ સારી રીતે કર્યું છે અને સોશ્યિલ મીડિયા પર આ ફોટોશૂટને જોરશોરમાં શેર કરવામાં આવી રહ્યું છે.
બિહારમાં ત્રણ દિવસથી ભારે વરસાદ ચાલુ છે. તેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. લોકોના ઘરોમાં અને હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાએ રાષ્ટ્રીયમાર્ગને નુકશાનના થવાના રિપોર્ટ પણ આવી રહ્યા છે. વરસાદ અને પૂરને કારણે 24 લોકોના મોત થઇ છે. વરસાદને કારણે ટ્રેનો, વિમાન સંચાલનને પણ અસર થઇ છે. કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.