લતા મંગેશકરના ગીત પર ડાન્સ કરીને વાયરલ થયેલી પાકિસ્તાની ગર્લનો નવો વીડિયો આવ્યો સામે, આ વીડિયોમાં તો તેને ધમાલ મચાવી દીધી, જુઓ

વાયરલ પાકિસ્તાની ગર્લનો વધુ એક વીડિયો આવ્યો સામે, પાકિસ્તાનમાં પણ મિત્રો સાથે રમી ગરબા, જુઓ

સોશિયલ મીડિયામાં આજે કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. આજે દૂર દેશમાં રહેલી ઘટના પણ તરત વાયરલ થઇ જાય છે અને ઘણા લોકો પણ દુનિયાભરમાં ફેમસ બની જતા હોય છે. થોડા દિવસથી એવી જ એક પાકિસ્તાની ગર્લ વાયરલ થઇ રહી છે. જેને લગ્નમાં લતા મંગેશકરના એક ગીત પર ડાન્સ કરીને ખુબ જ નામના મેળવી હતી.

પાકિસ્તાનની આ ગર્લને ભારતમાં પણ ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવી હતી અને તેના વીડિયોને લાખો લોકોએ જોયો હતો. ત્યારે હવે આ વાયરલ ગર્લનો એક નવો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાન સાથે આપણા દેશમાં પણ આ વીડિયોને અને તેમાં આ પાકિસ્તાની ગર્લના ડાન્સને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ યુવતી પાકિસ્તાનના લાહોરની છે. ત્યાં એક લગ્નમાં તે ડાન્સ કરતી જોવા મળી હતી. પહેલાના વીડિયોમાં આયેશા સિંગલ ડાન્સ કરતી હતી પરંતુ આ નવા વીડિયોમાં તે તેના મિત્રો સાથે ગ્રુપ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આમાં તે તેના મિત્રો સાથે પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. જોકે, આ વખતે પણ તે સ્લો મોશનમાં જ ડાન્સ કરી રહી છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ તે જ પ્રોગ્રામનો વીડિયો છે જ્યાંથી પહેલો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. કારણ કે આયેશાએ આ જ કપડાં પહેર્યા છે અને આવો જ એક કાર્યક્રમ પણ જોવા મળી રહ્યો છે. આ નવા વીડિયોની ખાસ વાત એ છે કે આયશાના મિત્રો પણ તેમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વીડિયો કેટલો મોટો ધડાકો કરી શકે છે.

તો અન્ય એક વીડિયોમાં તે ગ્રુપ સાથે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. સાથે જ આયશા ગરબા પણ કેટલાક સ્ટેપ કરતી જોવા મળી રહી છે. ત્યારે હવે તેના વીડિયો ધડાધડ વાયરલ થઇ રહ્યા છે. લોકો પણ તેના વિશે વધુને વધુ જાણવા માંગે છે. તેને જણાવ્યું હતું કે તેનો આ વીડિયો તેના એક નજીકના મિત્રના લગ્નનો હતો જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

Niraj Patel