ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો આ કપલનો વીડિયો, ચાલુ લગ્નમાં જ કન્યાએ મારી આંખ, ફિદા થયા જોનર સૌ કોઈ, તમે પણ જુઓ

આંખ મારીને તો આ દુલ્હને આખું સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, પતિએ પણ રોમાન્ટિક અંદાજમાં કર્યું તસતસતું ચુંબન, જુઓ વીડિયો

હાલ દેશભરમાં ફરીથી લગ્નની સીઝન ધમધમી ઉઠી છે અને ઘણા બધા લોકો હવે લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નના ઘણા બધા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ઘણા વીડિયોની અંદર કેટલાક કપલની એવી એવી હરકતો પણ કેદ થઇ જાય છે જેને જોઈને આપણે પણ ખુશ થઇ જતા હોઈએ છીએ.

તમને પેલી પ્રિયા પ્રકાશ તો યાદ જ હશે જેનો એક આંખ મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો, અને તેના માટે તેનું પણ દેશભરમાં મોટું નામ બની ગયું, ત્યારે હવે એક દુલ્હનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પણ આંખ મારતી જોવા મળી રહી છે અને તેના આ આંખ માર્ટા વીડિયોએ સૌને ઘાયલ કરી દીધા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક કપલ લગ્ન બાદ કોઈ વિધિ માટે આસાન પર બેઠેલું જોવા મળી રહ્યું છે. બંને કપલે સફેદ કપડાં પહેર્યા છે, વરરાજાએ માથા પર પાઘડી પણ પહેરી છે અને સફેદ રંગની સાડીમાં આ દુલ્હન પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે, ત્યારે જ કોઈ આ દુલ્હનનો વીડિયો ઉતારે છે, કેમેરામેન સામે જોતા જ દુલ્હન મોઢાના હાવ-ભાવ કરીને આંખ મારે છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Bhalerav (@vicky_bhalerav_)

આ ઉપરાંત આ કપલનો એક બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આ કપલ ઘરની અંદર સાદા કપડામાં જોવા મળી રહ્યું છે. પત્નીએ પીળા રંગની સાડી પહેરી છે તો પતિએ ગ્રીન કલરનું શર્ટ પહેર્યું છે. આ વીડિયો પત્ની પોતે જ ઉતારી રહી છે અને કોઈ હિન્દી ગીત પર લિપસિંગ કરી રહી છે, વીડિયોમાં જ પતિ તેની પત્નીને કિસ કરે છે અને આખું દૃશ્ય રોમાન્ટિક બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Bhalerav (@vicky_bhalerav_)

આ બંને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યા છે.  ભાલેરાવ નામના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને ઘણી મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. આંખ માર્ટા વીડિયોને જ 3 લાખ કરતા વધારે લોકો લાઈક કરી ચુક્યા છે, જયારે 90 લાખ કરતા પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે, સાથે જ મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel