આ ભાઇએ ખરીદેલ નવી નવેલી કારમાં થઇ ગયો ભયંકર અકસ્માત, CCTV વીડિયો જોતા જ ચોંકી જશો

ટાટાના શોરૂમમાં થઇ ગયો કાંડ, રોડ પર નહિ, શો રૂમમાં ઊભા-ઊભા જ કારનો થયો ભયાનક અકસ્માત, માલિકની જુઓ કેવી હાલત થઇ

એવું વિચારો કે તમારી નવી કાર શો રૂમમાં જ ડેમેજ થઇ જાય તો કેવું લાગશે ? 59 વર્ષિય LIC કર્મચારી બી ભાગવત સાથે કંઇક આવી જ ઘટના ઘટી. તે તેમની નવી કાર સાથે શો રૂમના ફર્સ્ટ ફલોરથી પડી ગયા. બી ભાગવતને ઇજા પણ પહોંચી છે. આ ઘટના એ સમયે થઇ ત્યારે તેઓ કાર લિફ્ટથી કારને નીકાળી રહ્યા હતા. આ ઘટના ટાટા શો રૂમની છે.

પોલિસ અનુસાર, બી ભાગવતે 6.40 લાખ રૂપિયામાં કાર ખરીદી હતી. ચૂકવણી બાદ અન્ય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ તે ખુલી લિફ્ટમાં ગાડીને પહેલા માળેથી જમીન પર લાવી રહ્યા હતા. કાર અનિયંત્રિત થઇને નીચે પડી. આ કારને કારણે એક અન્ય કાર અને બાઇકને પણ નુકશાન પહોંચ્યુ છે.

બી ભાગવતને ઇજા પણ પહોંચી છે. જયારે તેમની નવી કાર અને એક અન્ય ઊભેલી કાર ખરાબ રીતે તૂટી ગઇ છે. એલબી નગર પોલિસ અધિકારીએ કહ્યુ કે, કારને બહાર નીકાળ્યા બાદ કાચના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ કિસ્સો હૈદરાબાદનો છે. આ ઘટના સોમવારે સાંજે એલબી નગર થાના ક્ષેત્ર ટાટા શો રૂમમાં બની છે.

પોલિસનું કહેવુ છે કે, માલિકે શોરૂમના કર્મચારી પાસે ચાવી લીધી અને કારને બિલ્ડિંગ બહાર ખુલી લિફ્ટમાં ચલાવવાની કોશિશ કરી. ભાગવત બ્રેક લગાવવામાં સફળ ન થઇ શક્યા. તે બાદ કાર શોરૂમના મેનેજરની કાર સાથે જઇને ટકરાઇ જે બહાર ઊભેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina