મુંબઈની મોડેલ સાથે વારંવાર સેક્સ માણ્યું, કિરણ પટેલની જેમ વડોદરાનો વિરાજ પટેલ પણ CMOનો અધિકારી અને ગિફ્ટ સીટીનો માલિક હોવાનું કહીને રૌફ જમાવતો, જાણો સમગ્ર મામલો
vadodara viraj patel : ગુજરાત (gujarat) માંથી છેલ્લા ઘણા સમયથી ઠગીની એવી એવી ફરિયાદ સામે આવી રહી છે. જે લોકોના હોંશ ઉડાવી રહી છે. થોડા સમય પહેલા જ PMOનો નકલી અધિકારી બની જમ્મુ કાશ્મીરમાં વૈભવી લાઈફ સ્ટાઇલ માણતા ઠગ કિરણ પટેલ (kiran patel) ની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. જે પણ CMOનો નકલી અધિકારી બનીને રોફ મારતો ફરતો હતો.
CMOનો નકલી અધિકારી બનીને લોકોની સાથે છેતરપીંડી કરનારા વડોદરા (vadodara) ના ઠગ વિરાજ પટેલ (viraj patel) ની હાલ પોલીસે ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ ગત રોજ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ મુંબઈની એક મોડલ દ્વારા નોંધાવવામાં આવી હતી. જેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ઠગ વિરાજ પટેલે CMOનો અધિકારી હોવાનું કહીને મોડલને ગિફ્ટ સિટીમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારે આ મામલે હવે વિરાજ પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોમવામાં આવી છે અને દુષ્કર્મની ફરિયાદની તપાસ ગોત્રી પોલીસ કરી રહી છે. આ મામલે મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી સામે આવી છે કે વિરાજ પટેલ પોતે CMOનો અધિકારી અને ગિફ્ટ સીટીનો માલિક હોવાનું જણાવતો હતો. જેમાં મુંબઈની એક મોડલ વિરાજની વાતોમાં આવી ગઈ અને તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ભાંડો ત્યારે ફૂટ્યો જયારે તે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો અને ત્યાં ઝઘડો થયો. વિરાજ વડોદરામાં આવેલી વિવાંતા હોટલમાં રોકાયો હતો. જ્યાંથી તે મોડલ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયો હતો, આ દરમિયાન પ્રદીપ નાયર નામના વ્યક્તિ સાથે તેનો ઝઘડો થયો અને પોતે CMOનો અધિકારી અને ગિફ્ટ સીટીનો પ્રેસિડેન્ટ હોવાનું કહીને રોફ જમાવતો હતો. જેના બાદ પોલીસ બોલાવવામાં આવી. આ મામલે પોલીસે તપાસ કરતા જ મહાઠગની આખી પોલ ખુલ્લી પડી હતી.