આત્મહત્યા ના બનાવો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે આ દરમિયાન જ સુરતમાંથી જ બીજો એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવી રહેલા પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે આત્મહત્યા કરી છે.

મળતી માહિતી અનુસાર પ્રોફસરના લગ્ન 18 દિવસ પહેલા જ થયા હતા. તેઓ મગદલ્લા રોડ ઉપર આવેલી યુનિવર્સીટી કવોટર્સમાં જ રહેતા હતા અને પોતાના કવોટર્સમાં જ તેમને આત્મહત્યા કરી લેતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગયો છે.
પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ મૂળ તેલંગાણાના રહેવાસી હતા. આત્મહત્યાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આત્મહત્યાનું કારણ શોધવામાં લાગી ગઈ છે. પ્રોફેસરનો પરિવાર તેલગાંણામાં રહે છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.