ફેસબુકના માધ્યમથી મારી વાર્તા વાંચતા એક કચ્છના દીકરાની નજર મારી ઉપર પડી ને જ્યારે તમેણે પોતાની દેશપ્રેમની વાત કરી ત્યારે મારા હદયનમાં અનેરો આનંદ અને ઉલ્લાસ વધી ગયો. ને મારું હૈયું થનગનાટ કરવા લાગ્યું કે કંઈક લખવું છે. ને એક જૈન દીકરાની સાહસ કથા લખવા માટે હું મારી જાત ને રોકી શક્યો નહિ . ને તેમની જિંદગી ને જાણી ને મારી કલમે તેમને વીર ભામાશાહ નામ આપ્યું.
કહેવાય છે કે વાણિયાનો દીકરો ખુલ્લા હાથે પુણ્ય કરે પછી હોય એ વીર ભામાશાહ, શેઠ સગાળશાહ કે પછી હોય ઉદ્યોગપતિ હેમંત શાહ!!!!!……
સવારનો સમય હતો. પ્રકૃતિ ચારે બાજુ ખીલી હતી. માળી બગીચાનું કામ કરતો હતો. એક નોકર ગાડી સફાઈ કરતો હતો. સફેદ પથ્થરમાં બનાવેલ અદભુત મહેલ જેવું મકાન હતું. જ્યાં સવાર સવારમાં ઘરની ઉગમની બાજુએ બિરાજમાન પ્રભુના મંદિરમાં આરતી થતી હતી.

પરિવારનો નિયમ હતો સાથે જમવું સાથે મંદિરમાં પૂજા કરવી.પૂજા પૂર્ણ થતાં જ હેમંત શાહ પોતાના કામ માટે ઘરથી નીકળી ગયા. ફ્લાઇટ આવી પહોંચી હતી. પોતાની ઓળખ બતાવીને તરત જ તેઓ પોતાની જગ્યાએ બેસી ગયા. ફ્લાઈમાં દેશ- વિદેશના લોકો હતા.
ત્યાંજ પાઇલોટે તેમેન જોયા ને ચોકી ગયો. કેમ કે પાયલોટ ભારત દેશનો હતો . જ્યારે હેમતશાહ કેનેડાના વતની હતા. તેમેન જોઈને બોલ્યો ” અરે ! સાહેબ તમે અને અહીં. હું ભાગ્યશાળી છું કે આપ મારી ફલાઈટમાં છો”. ને આટલું બોલતા જ તે પાઇલોટ તેમના પગે પડી ગયો. ફલાઈટમાં બધા લોકો વિચારમાં પડી ગયા. એ ચહેરો જ હતો એક હેમંતશાહ !!!!!!!

જે કેનેડામાં આજે પણ મિસ્ટર ઇન્ડિયના નામથી જાણીતો એક કચ્છી યુવાન છે….
ગર્વ છે આજે પણ ગુજરાતી ઓને જેને ભારતદેશને મોટામોટા રાજકારણીઓ અને ઘણાબધા ઉધોગપતિઓની ભેટ આપી છે . જ્યારે ભારત દેશ આઝાદ ન હતો તે સમયે આપણા દેશને આઝાદ કરવા માટે તેમના દાદા અને પિતાશ્રીએ લોકોમાં જાગૃતિ લાવવા માટે તે સમયે રંગમંચ (નાટક) કલાથી સાચી સમજણ મળે એ હેતુથી ખૂબ અગત્યનો ભાગ ભજવેલ છે. દેશ જાગૃત બને એ હેતુથી સંદેશો ધરાવતા નાટકો આપ્યા હતા.
કચ્છના અબડાસા તાલુકાના વરાડિયા ગામના ગુદરના વેપારી બાબુલાલ શેઠ ગુંદરવાળાને ત્યાં હેમંતશાહનો જન્મ થયો હતો. જન્મથી જ ગર્ભશ્રીમંત હતા. તેમના પિતાજી ગુંદરનો ધંધો કરતા હતા.
પોતાના દીકરા ને સાચી સમજ મળે એ હેતુથી, બાબુલાલ શેઠ પોતે ગર્ભશ્રીમંત હોવા છતાં તેમના દીકરા ને બીજા લોકોને ત્યાં નોકરી માટે મોકલ્યા હતા. પરિવાર તરફથી જન્મથી પૈસા અને સંસ્કાર હેમંતભાઈ ને મળ્યા હતા. તેમના પિતા તેમના સારા મિત્ર હતા. તેમના ભાઈઓ કેનેડા ગયા હોવાથી હેમંતભાઈ ને પણ ત્યાં જવું પડ્યું.

કેનેડા ગયા પછી કાર પાર્કિંગની નોકરી કરતા હતા .ત્યાર પછી હેમંતશાહ ઇમોર્ટ-એકસપોર્ટ કંપની સ્થાપી ને સફળતા મળતી ગઈ. પછી તો વીનીપિંગમાં ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રથમ એશિયન ડિરેક્ટ તરીકે નિમણૂક થઈ. જેઓએ ગુજરાતમાંથી 40 જેટલા લોકોનું પ્રતિનિધિ મંડળ કેનેડા આવ્યું . કેનેડા અને ગુજરાતના વેપારમાં ગુજરાતીઓને મદદ મળે તે માટે ફ્રેન્ડ ઓફ ગુજરાત ની સ્થપના કરી. શિક્ષણ માટેના પ્રોજેકટ મહેસાણામાં શરૂ કરેલા.
આચાર્ય યુગભૂષણસુરીશ્વરજી મહારાજ ના આશીર્વાદથી દેશસેવાના અને લોકલ્યાણના કામમાં તેઓએ ઝંપલાવ્યું. જેમના થકી સાચા જીવનની સમજ મળી. પ્રભુના સાનિધ્યમાં પોતે નિવૃત થાય પછી વધુ સમય રહેવા લાગ્યા. બીજુ આચાર્ય મહારાજ યુગભૂષણ સુરી જી જે પંડિત મહારાજની નિશ્રામાં આવી જીવેનમાં પરિવર્તન લાવી એમની નિશ્રામાં જૈન શાશન માટે મોકો મળ્યો છે એ હેમંતભાઈ સદભાગ્ય માનતા હતા . 39 દેશો ટૂર કર્યા પછી પંડીત મહારાજ જેવા ગુરુ મળ્યા. જેઓએ સાચો જૈન ધર્મ નો રસ્તો બતાવ્યો.

કેનેડા અને ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહે એ હેતુથી બન્ને દેશ વચ્ચે ધંધા અને સંસ્કૃતિના સબંધ માટે પણ ખૂબ અગત્યનો ફાળો હેમંતભાઈ નો હતો.
માણસ ગમે તેટલો મોટો થાય પણ વતનની ખુશ્બુ ભુલાતી નથી. આખરે ગુજરાતના 150 જેટલા યુવાનો ને પાયલોટની તાલીમ માટે કેનેડા લઈ ગયા. ત્યાં તો આવેલા યુવાનો ગેરમાર્ગે ના જાય એ હેતુથી પોતે જ ધ્યાન રાખવા લાગ્યા. ને એ ગુજરાતી યુવાનો ને પાઇલોટ ની તાલીમો આપી. પોતાન દેશ આગળ આવે એ વિચાર તેમેન સદાય રહેતો હતો.
બસ! જેમનો એક યુવાન આજ તેમનો પાયલોટ હતો. જેના કહેવાથી વિમાનમાં બેસેલા બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. એક કચ્છી ગુજરાતી ભાઈ હેમંત શાહ માટે ગર્વ લેવા લાગ્યા.

સાચા અર્થમાં તે એક મિસ્ટર ઈંડિયા અને વીર ભામાશાહ છે જે બીજાને મદદ કરવા તૈયાર હોય.. આજે ગુજરાતે એક અણમોલ માણસની ભેટ આપી છે. જે ક્યારેય નહીં વિસરાય.
જ્યારે પણ દેશની વાત આવે ત્યારે દેશ માટે સદા તૈયાર રહેતા હતા હેમંતભાઈ. ગુજરાત વાઇબ્રન્ટ સૌ પ્રથમ યોજવામાં આવ્યું ત્યારે પણ પોતાની માતૃભૂમિ માટે હેમંતભાઈ કેનેડાથી આવ્યા હતા. અને કેનેડાથી એ એકલા જ પ્રવાસી હતા. પોતાના દેશ માટેનો પ્રેમ જોઈને કેનેડામાં વસતા ગુજરાતી લોકો અને તેમના ઘરના પણ ક્યારેક હેમંતભાઈ ઉપર હસતા હતા. પરંતુ તેમને પોતાના દેશ અને માટીની સુગંધ સિવાય કંઈ જ દેખાતું ન હતું.

જેમ સરદાર વલ્લભભાઈ એ દેશી રજવાડા ભેગા કરવા માટે ભગીરથ કાર્ય કરેલું એવું જ કામ કેનેડા અને ભારત વચ્ચે ના સંબંધો માટે હેમંતભાઈએ યોગદાન આપેલું છે.
પરમ પૂજ્ય મુરારી બાપુ ના હસ્તે વિશ્વ ગુજરતી સંસ્થા તરફ થી NRI એવોર્ડ આપવા માં આવ્યો હતો અને પ્રેસિડેન્ટ શંકર દયાળ શર્મા હિન્દ રતન એવોર્ડ આપ્યો હતો.
સાચા જ અર્થમાં મિસ્ટર ઇન્ડિયા અને વીર ભામાશાહ ના હુલામણા ના નામથી તે ઓળખાય છે . જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આવા ખૂબ ઓછા માણસો હોય છે જે વિદેશમાં રહીને પણ પોતાની માતૃભૂમિ ને ક્યારેય વિસરતા નથી.

જય હો કચ્છ ની ધરા ના આ માનવીને જ્યારે મારી વાત થઈ ત્યારે મને પણ ગર્વ થયો હેમંતભાઈ જોડે વાત કરી ને…
ધન્ય ધરા કચ્છ…
જય જય ગરવી ગુજરાત
Author: મયંક પટેલ (વદરાડ) GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.