ખબર

દંડ ભરવાનું કહેતા મહિલાએ કારમાંથી ઉતરી અને પોલીસ સાથે કરી મારામારી, જુઓ વિડિઓ

ટ્રાફિકના નવા મોટર એક્ટના અમલ મુદ્દે ટ્રાફિક પોલીસ અને પ્રજા આમને સામને આવી ગઈ. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે જ્યાં સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં મહિલા કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગુસ્સે ભરાયેલી મહિલા કારચાલકે પોલીસ પર હુમલો કર્યો. આ ઝપાઝપી દરમિયાન મહિલા જમીન પર પટકાઈ ગઈ હતી. પોલીસની કાર્યવાહીમાં દખલ કરવા બદલ પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધવવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગાડી ઉપર બ્લેક ફિલ્મ હોય પોલીસે કાર્યવાહી કરતાં રોષે ભરાયેલી મહિલા કારચાલકે પોલીસ પર હુમલો કર્યો. આ ઝપાઝપી દરમિયાન મહિલા છેલ્લે જમીન પર પટકાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ સમગ્ર ઘટના એક વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

ઉધના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે મહિલાએ ગાળા ગાળી કરી હુમલો કર્યો સુરતઃઉધના દરવાજા ખાતે બપોરના સમયે એક મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝઘડો સર્જાયો હતો.કાળા કાચ વાળી કાર પોલીસે ઉભી રખાવીને દંડ ફટકારી રહી હતી ત્યારે મહિલાએ નીચે ઉતરીને પોલીને ગાળો આપવાની સાથે હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. પોલીસે મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. #Woman #Attacked #TrafficPolice #Udhdna #Surat #gujarat #gujaratpolice #police #traffic

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.