તમે વિચાર્યુ પણ નહિ હોય એનાથી પણ સસ્તી છે આ અલ્ટો અને બુલેટના ભાગોમાંથી બનેલી વિંટેજ લુક ઇલેક્ટ્રિક કાર

હાલમાં વધતા પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે ઘણા લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે ત્યારે ઈલેક્ટ્રિક વાહનો હવે સમગ્ર વિશ્વમાં ટ્રેન્ડમાં આવી રહ્યા છે અને ભારતીય બજારમાં પણ નવા ઈલેક્ટ્રિક વાહનો બનાવવામાં આવી રહ્યા છે અને ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકો તેનો ઉપયોગ કરે તે માટે સરકાર પણ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે, તેથી જ EVs પસંદ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. મોટો આ ઉપરાંત, તમે ઇલેક્ટ્રિક કીટની મદદથી તમારા વર્તમાન વાહનને EVમાં પણ કન્વર્ટ કરી શકો છો.

પરંતુ આજે એક એવી વિન્ટેજ લુક વાળી કાર અમે તમારી સમક્ષ લાવ્યા છે જે મારુતિ સુઝુકી અલ્ટો અને રોયલ એનફિલ્ડ બુલેટના ભાગોમાંથી બનાવવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક કારને સિરસાની ગ્રીન માસ્ટર નામની કંપનીએ તૈયાર કરી છે. ભારતમાં ગમે ત્યાંથી તમે EVને ખરીદી શકો છો. આ કારના તમામ પાર્ટ્સ આસાનીથી ઉપલબ્ધ નથી તેથી તેને કાર અને બાઇકના પાર્ટ્સ મિક્સ કરીને બનાવવામાં આવ્યા છે. કારના આગળના અને પાછળના ભાગમાં લાગેલી લાઇટ્સ ઉપરાંત આ કારના ટાયર્સ પણ બુલેટમાંથી લેવામાં આવ્યા છે.

ચાવી અને પાયલોટ લાઇટ્સ પણ અહીંથી લેવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક કારનો લુક ખૂબ જ ગજબનો છે અને તેના ખૂબ આગળના ભાગમાં મેશ ગ્રિલ લગાવવામાં આવી છે. આ કાર એકદમ મહારાજા વાળી ફિલિંગ આપે તેમ છે. 19-ઇંચના વ્હીલ્સ અને વ્હીલ કમાનો તેને સંપૂર્ણ વિન્ટેજ લુક આપે છે. તમને જણાવી દઈએ કે આ કારની શરૂઆતી કિંમત 2.45 લાખ રૂપિયા છે. કારના પાછળના ભાગમાં એક ટ્રંક લગાવવામાં આવ્યું છે જેમાં સામાન રાખવા માટે 70 લીટર જગ્યા ઉપલબ્ધ છે.

કંપનીએ ઈલેક્ટ્રિક કારને માત્ર દેખાવમાં જ સુંદર નથી બનાવી, પરંતુ તેની રેન્જ પણ યોગ્ય રીતે આપી છે. આ કાર 1200 વોટની ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે જે 1.5 હોર્સપાવર અને 2.2 Nm પીક ટોર્ક બનાવે છે. ફુલ ચાર્જ થવા પર આ બેટરી 100 કિમી સુધીની રેન્જ આપે છે. કાર સાથે ચારેય એલોય વ્હીલ આપવામાં આવ્યા છે અને પાછળના ભાગમાં સ્પેર ટાયર પણ આપવામાં આવ્યું છે.

Shah Jina