રેખાના પહેલા પતિ પરમેશ્વર વિનોદ મહેરાની દીકરી છે જબરદસ્ત સુંદર, જુઓ
બોલીવુડના અભિનેતા વિનોદ મહેરાએ પોતાના અભિનયથી બોલીવુડમાં એક આગવી ઓળખ બનાવી હતી. પરંતુ તેઓ ખુબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. 30 ઓક્ટોમ્બર 1990ના રોજ તેમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું. જયારે વિનોદ મહેરાનું નિધન થયું ત્યારે તેમની દીકરી સોનિયાની ઉંમર માત્ર 2 વર્ષથી પણ ઓછી હતી. 2 ડિસેમ્બર 1988ના રોજ જન્મેલી સોનિયા વિનોદ મહેરાની ત્રીજી પત્ની કિરણની દીકરી હતી.

વિનોદ મહેરાએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન મીના બોરકા અને બીજા લગ્ન બિંદિયા ગોસ્વામી સાથે થયા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રેખાનો પહેલો પતિ વિનોદ મહેરા હતો.

રેખા સાથે વિનોદ મહેરાની મુલાકાત ફિલ્મ “ઘર”ના સેટ ઉપર થઇ હતી. શૂટિંગ દરમિયાન જ બનેંને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ ખાનગીમાં લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ વિનોદની માને આ સંબંધ મંજુર નહોતો. જેના કારણે લગ્નના બે મહિના પછી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

વિનોદના નિધન પછી સોનિયાનું પાલન પોષણ તેના નાના નાનીને ત્યાં કેન્યામાં થયું. સોનિયાનો અભ્યાસ કેન્યા અને લંડનમાં થયો હતો.

સોનિયાએ 8 વર્ષની ઉંમરમાં જ અભિનયની તાલીમ લેવાની શરૂ કરી દીધી હતી. આ દરમિયાન જ લંડન એકેડમી ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામેટિક આર્ટ્સના એક્ટિંગ એગજામીનેશનમાં તેને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.

17 વર્ષની ઉંમરમાં તે મુંબઈ આવી ગઈ અને અનુપમ ખેરની ઇન્સ્ટિટ્યૂટ એક્ટર પરિપેયર્સથી 3 મહિનાનો કોર્ષ કર્યો. તમને જણાવી દઈએ કે સોનિયા એક અભિનેત્રી હોવાની સાથે સાથે એક ટ્રેંડ ડાન્સર પણ છે.

સોનિયાએ વર્ષ 2007માં નિર્દેશક અનંત મહાદેવનની ફિલ્મ “વિક્ટોરિયા નં.203″થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સોનિયા સાથે અનુપમ ખેર, ઓમ પુરી, જિમી શિરગીલ અને જોની લીવર પણ મુખ્ય ભૂમિકામાં હતા.

સોનિયાએ અત્યાર સુધી 4 ફિલ્મોમાં કામ કર્યું છે. તેને છેલ્લે ફિલ્મ “રાગીણી એમએમએસ-2” (2014)માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં તેને તાન્યા કપૂરના નામનું પાત્ર ભજવ્યું હતું.

સોનિયા દેખાવમાં ખુબ જ સુંદર છે. ફિલ્મોમાં તેને એટલી નામના નથી મેળવી પરંતુ સોશિયલ મીડિયામાં તેનું સારું એવું ફેન ફોલોઇંગ છે.

સોનિયાની ઘણી જ તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતી હોય છે. સોનિયા ખુબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ પણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.