મનોરંજન

વિનોદ મેહરાની દીકરી બોલ્ડનેસમાં આપે છે દરેકને માત, નાની એવી ઉંમરમાં જ ખોઈ દીધો હતો પિતાનો સાથ- 11 PHOTOS જુઓ

બૉલીવુડની દુનિયામાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલોને જીતનારા અભિનેતા વિનોદ મેહરાએ પોતાના ફિલ્મી સફરમાં ઘણી એવી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે ખુબ નાની ઉંમરમાં એટલે કે 45 વર્ષની ઉંમરમાં જ તે દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

Image Source

વિનોદ મહેરાએ 13 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વિનોદે મહેરાએ ‘રાગીણી’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું.

Image Source

વિનોદ મહેરાના મોતને 29 વર્ષ પુરા થઇ ચુક્યા છે. 30 ઓક્ટોબર 1990ના રોજ હાર્ટ એટેકને લીધે તેનું નિધન થઈ ગયું હતું. જયારે તેનું નિધન થયું ત્યારે તેની દીકરી સોનિયા મેહરા માત્ર 2 જ વર્ષની હતી.

Image Source

ડિસેમ્બર 1988માં જન્મેલી સોનિયા, વિનોદ અને તેની ત્રીજી પત્ની કિરણની દીકરી છે. જણાવી દઈએ કે વિનોદે પોતાના જીવનમાં ત્રણ લગ્નો કર્યા હતા.

Image Source

તેના પહેલા લગ્ન મીના બોરકા અને બીજા લગ્ન બિંદિયા ગોસ્વામી સાથે થયા હતા. આજે તેની દીકરી સોનિયા પણ બૉલીવુડમાં પોતાનો ઝલવો દેખાડવામાં લાગેલી છે.

Image Source

વિનોદના નિધન પછી તેનું પાલન-પોષણ તેના નાના-નાનીના ઘરે કેન્યામાં થયું હતું. સોનિયાનો અભ્યાસ કેન્યા અને લંડનમાં થયો હતો.

Image Source

સોનિયાએ 8 વર્ષની ઉંમરમાં એક્ટિંગની ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી દીધી હતી .તે દરમિયાન લંડન એકેડેમી ઓફ મ્યુઝિક એન્ડ ડ્રાંમેટિક આર્ટ્સના એક્ટિંગ એક્ઝામિનેશનમાં તેને ગોલ્ડ મેડલ પણ મળી ચૂક્યું છે.

Image Source

17 વર્ષની ઉંમરમાં તે મુંબઈ આવી ગઈ હતી અને અનુપમ ખેરના ઇન્સ્ટીટયુટ એક્ટર પ્રિયેસર્સથી 3 મહિનાનો કોર્સ કર્યો હતો.

Image Source

જણાવી દઈએ કે, હિરોઈન હોવાની સાથે-સાથે સોનિયા એક ટ્રેન્ડ ડાન્સર પણ છે. સોનિયાએ વર્ષ 2007માં નિર્દેશક અનંત મહાદેવનની ફિલ્મ ‘વિક્ટોરિયા નંબર 203’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

Image Source

આ ફિલ્મમાં સોનિયાના સિવાય અનુપમ ખેર, ઓમ પુરી, જિમી શેરગિલ અને જોની લીવર પણ ખાસ કિરદારમાં હતા. સોનિયાએ અત્યાર સુધી લગભગ 4 ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

તેને છેલ્લી વાર ફિલ્મ રાગિની એમએમએસ-2(2014) માં જોવામાં આવી હતી.આ ફિલ્મમાં તેમણે તાન્યા કપૂરના નામનો કિરદાર નિભાવ્યો હતો.

Image Source

ફિલ્મોની સાથે સાથે સોનિયા ટીવી પર પણ કામ કરી ચુકી છે. એમટીવીના ઘણા પ્રોગ્રામ્સમાં પણ તે નજરમાં આવી ચુકી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.