“પપ્પા મમ્મી અંકલ સાથે કપડાં વગર સૂતી હતી”, અમદાવાદમાં થયેલ 4 હત્યાકેસમાં મહત્વનો ખુલાસો, હત્યારા પતિએ જે કહ્યું એ સાંભળીને હચમચી જશો

અમદાવાદ ઓઢવ હત્યા: ‘પપ્પા, મમ્મી અંકલ સાથે કપડાં વગર સૂતી છે’ બાળકના આ શબ્દો સાંભળતા જ પપ્પાનો મગજ છટક્યો અને…

થોડા દિવસ પહેલા અમદાવાદની અંદર એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરવાનો હચમચાવી દેનારો મામલો સામે આવ્યો હતો, આ હત્યાના મુખ્ય આરોપી વિનોદ મરાઠીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી હતી. વિનોદ મરાઠીએ પોલીસ સમક્ષ ઘણા ચોંકાવનારા ખુલાસો પણ કર્યા હતા.

વિનોદ મરાઠીએ તેના વડ સાસુ, પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી. આ હત્યા પાછળ વિનોદે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીના અન્ય પુરુષો સાથે સંબંધો હતા, આ વાતની જાણ પણ તેને તેના જ દીકરાએ કરી હતી. દીકરાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે મમ્મી જે વ્યક્તિ સાથે કામ કરે છે તેમની સાથે કપડાં વગર સૂતી હતી.

દીકરાની વાત સાંભળીને પિતા હચમચી ગયા હતા, આ સમયે જ તેને મનમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાનું કાવતરું ઘડી લીધું હતું, તેના બાદ 26 માર્ચના રોજ આરોપીએ પોતાના દીકરાને શ્રીખંડ લેવા માટે મોકલ્યો અને દીકરીને વિમલ ગુટખા લેવા માટે મોકલી જેના બાદ પત્નીને આંખે પાટા બાંધી અને સરપ્રાઈઝ આપવાનું કહી પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા, આ દરમિયાન તેની દીકરી આવી જતા તે બુમાબુમ કરવા લાગતા તેની પણ હત્યા કરી નાખી.

થોડી જ વારમાં દીકરો પણ આવી ગયો અને તેને પણ આ જોયું ત્યારે આરોપીએ દીકરાની પણ છરીના ઘા મારીને હત્યા કરી નાખી, ત્યારબાદ તેને તેના વડસાસુને પણ બોલાવ્યા અને તેને એમ હતું કે તેના વડસાસુ તેની પત્નીને ચઢાવ્યા કરે છે, જેના કારણે એ વાતની રીસ રાખી વડ સાસુની પણ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી.

ત્યારબાદ તેણે તેના સાસુને પણ બોલાવ્યા અને તેમના ગળામાં પણ છરી ઝીંકી દીધી, પરંતુ તેને થોડી રહેમ આવતા તેને સાસુની હત્યા કરી નહિ અને બીજા દિવસે સાસુને તેમના ઘરે મૂકી આવ્યો અને આ અંગે કોઈને જણાવવાનું ના કહ્યું અને ગળામાં થયેલી ઇજા પડી ગયા હોવાના કારણે થઇ હોવાનું કહ્યું હતું, જે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

હત્યારા વિનોદ મરાઠીને તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોની જાણ થઇ ગઈ હતી, જેના કારણે તે તેના ઉપર ગુસ્સે હતો અને તેની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. હત્યા કર્યા બાદ તે એક્સપ્રેસ હાઇવેથી સુરત ચાલ્યો ગયો અને ત્યાંથી તે ઇન્દોર ગયો ત્યારે તેને યાદ આવ્યું કે તેની પત્નીનું મંગળસૂત્ર તેની પાસે છે અને તેને વેચીને પત્નીના પ્રેમીની પણ હત્યા કરી નાખીશ, જે ઇરાદે તે પરત અમદાવાદ આવી રહ્યો હતો અને ત્યારે જ તેની ધરપકડ કરી લેવામાં આવી.

Niraj Patel