BREAKING : દિગ્ગજ ક્રિકેટરની મુંબઈ પોલીસે કરી ધરપકડ, ફેન્સમાં મચી ગયો હાહાકાર

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલીના વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધારા 279, 336 અને 427ના આધારે મામલો દર્જ થયો છે, જેના પછી મુંબઈ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી, જો કે ધરપકડના અમુક સમય પછી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

વિનોદ પર આરોપ છે કે તેણે દારૂના નશામાં પોતાની સોસાયટીના ગેટમાં જ સામે આવી રહેલી ગાડીને ટક્કર મારી હતી, જેના પછી તે જ સોસાયટીના એક વ્યક્તિએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારને ટક્કર માર્યા પછી વિનોદે સોસાઈટીના ચોકીદાર તથા સોસાયટીમાં રહેનારા અન્ય લોકો સાથે બોલાચાલી પણ કરી હતી

જેના પછી સોસાઈટીના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. જો કે અમુક સમય પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે વિનોદની મેડિકલ જાંચ કરી લેવામાં આવી છે અને તેના લોહીનો નમૂનો પણ તપાસ માટે લેવામાં આવ્યો છે, તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Krishna Patel