પત્નીથી જીવ બચાવીને ભાગી રહેલા પતિનો વાયરલ થયેલા વીડિયોની સાચી હકીકત આવી ગઈ સામે, જાણો કોણ હતો આ વ્યક્તિ

આખા સોશિયલ મીડિયાને ધૂણાવનાર વીડિયોમાં દેખાતા આ ભાઈની અસલિયત સામે આવી ગઈ- જુઓ કોણ છે અને તેની પત્ની…

સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પતિ હાઇવે ઉપર પોતાની પત્નીથી જીવ બચાવીને ભાગતો જોવા મળ્યો હતો, આ વ્યક્તિના વીડિયોને ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં  શેર કર્યો હતો

અને આ વ્યક્તિને મદદ કરવાની વાત પણ જણાવી હતી. પરંતુ હવે આ વ્યક્તિની સાચી હકીકત સામે આવી ગઈ છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળ્યું હતું કે એક પતિ રસ્તા ઉપર ભાગતા ભાગતા વીડિયોમાં જણાવી રહ્યો છે કે “મને બચાવી લો.

મને બચાવી લો દોસ્તો…મારી પત્ની મારી પાછળ પડી છે, મારા જીવ ઉપર આવી બની છે, હું ભાગીને આગ્રાની બહાર આવી ગયો છું.. મને બચાવી લો..મારી પત્નીએ મને પૂછી લીધું કે તમે મને કેટલો પ્રેમ કરો છો ? તો મેં કહ્યું કે દિલ ચીરીને જોઈ લે.. ત્યારથી પત્ની મારી પાછળ ચાકુ લઈને પડી છે.”

આ વીડિયોને જોઈને લોકોનું હસવું પણ નથી રોકાઈ રહ્યું  નહોતું, ઘણા લોકો આ વીડિયો ઉપર કોમેન્ટ કરી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી આ વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તેની સાચી હકીકત સામે આવી નહોતી.

પરંતુ માત્ર થોડા દિવસ જ માજ આ વીડિયોની સાચી હકીકત સામે આવી ગઈ છે અને લોકો આ હકીકત જાણીને હેરાન પણ રહી ગયા છે. પોલીસ અધિકારીઓએ પણ આ વાયરલ વીડિયોને જોયો હતો અને તપાસના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

એસપી જીઆરપીના પીઆરઓ સચિન કૌશિક દ્વારા આ વીડિયોને રિવર્સ ટેગ કર્યો. કીવર્ડની મદદથી તેને બનાવનારની જાણકારી મળી ગઈ. વાયરલ થઇ રહેલા આ વીડિયોને થિયેટર આર્ટિસ્ટ ટેઢી બગિયાના કાલિન્દી વિહારમાં માયાપુરી નિવાસી  વિનય તિવારીએ દોઢ મહિના પહેલા બનાવ્યો હતો.

તેમને આ વીડિયોને તેમની ચેનલ સાંસો કી કિંમત ઉપર અપલોડ પણ કર્યો હતો. જેને કોઈએ ડાઉનલોડ  કરી અને ટ્વીટર ઉપર ચઢાવી દીધો હતો.

વિનયના યુ ટ્યુબ ઉપર આ વીડિયોને માત્ર 100 વ્યૂઝ મળ્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થવાની સાથે જ તેને લાખો લોકોએ જોયો હતો. અલગ અલગ સોશિયલ મીડિયા અને ન્યુઝમાં પણ આ વાયરલ વીડિયો શેર થવા લાગ્યો હતો.

આખરે આ વીડિયો સંદર્ભે વિનયે સામે આવી અને સાચી હકીકત જણાવી હતી. તેને જણાવ્યું હતું કે તેનો તેની પત્ની સાથે કોઈ ઝઘડો નથી થયો. ના તેમની પત્ની તેમની પાછળ ચાકુ લઈને પડી હતી. ફક્ત લોકોને હસાવવા માટે જ તેમને આ વીડિયો બનાવ્યો હતો. પરંતુ લોકોએ આ વીડિયોને ખોટી રીતે માની લીધો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel