બોલીવડના દિગ્ગ્જ નિર્માતા- નિર્દેશક સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મ ‘અંદાજ અપના-અપના’ના પ્રોડ્યુસર વિજય સિંહાનું નિધન થયું છે. વિજય સિંહાએ બોલીવુડની ઘણી દિલ્મમાં નિર્માતાની ભૂમિકા ભજવી હતી. વિજય સિંહાએ શુક્રવારે સાંજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

વિજય સિન્હાએ બૉલીવુડની ફિલ્મ અંદાજ અપના-અપના અને રફુ ચક્કર જેવી શાનદાર ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. હાલ તો વિજય સિંહાના મોતનું કારણ જાણી શકાયું નથી. વિજય સિંહાએ ઘણી ટીવી સીરીયલનું પણ નિર્માણ કર્યું છે. વિજય સિંહાના મોતની ખબર સાંભળીને તેના ફેન્સ વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે.
વિજય સિંહાના ચાહકોએ તેની આત્માને શાંતિ આપે તેની પ્રાર્થના કરી થયા છે. ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહતાએ ટ્વીટર દ્વારા લોકોને જાણ કરી હતી. ગત નવેમ્બર માસમાં જ સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મ ‘અંદાજ અપના-અપના’ ને 25 વર્ષ પુરા થયા હતા. આ ફિલ્મ 1994માં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું.

અંદાજ અપના-અપના ફિલ્મ બૉલીવુડની સદાબહાર ફિલ્મો પૈકી એક છે. અંદાજ અપના- અપના આમિર ખાન, સલમાન ખાન સિવાય રવીના ટંડન, કરિશ્મા કપૂર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે આ બધા જ કલાકારોને બોલીવુડમાં ખાસ પ્રસિદ્ધિ મળી હતી. ગત નવેમ્બરે અંદાજ-અપના અપનાન 25 વર્ષ પૂર્ણ થવા પર વિનય સિંહાની દીકરીએ તેના પિતા અને ફિલ્મની પુરી સ્ટારકાસ્ટને આભાર વક્ત કર્યો હતો.

જણાવી દઈએ કે, ‘અંદાજ અપના-અપના’માં આમિર ખાન અને સલમાન ખાન લીડ રોલમાં હતા.આ બંનેની ઍક્ટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી ના હતી પરંતુ બાદમાં આવેલી ફિલ્મ ‘વીટીના ડાયલોગને કારણે ઈન્ડસ્ટ્રીઝમાં પહેચાન બનાવી લીધી હતી. વિજય સિંહા બોલીવુડમાં કોમેડી ફિલ્મ અને સીરિયલના નિર્માણ માટે જાણીતા હતા. વિનય સિંહાની કરીયરની વાત કરવામાં આવે તો તેને નિર્માતા તરીકે ફિલ્મ ચો પોલીસહી કરિયરની શરૂઆત કરી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.