ખબર

નિર્ભયા ગેંગરેપ : દોષી વિનયે ફાંસીથી બચવા નવી ચાલકાઇ કરી, જેલમાં માથું ફોડ્યું અને પછી…

નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે દોષિતો ફાંસીથી બચવા માટે નવા-નવા ઉપાયો અજમાવતા હોય છે. હાલમાં જ પટિયાલા કોર્ટે ફરી એક વાર ડેથ વોરંટ જાહેર કર્યું હતું. આગામી 3 માર્ચ આ દોષિતોને ફાંસી આપવામાં આવશે. ત્યારે આ ફાંસીથી બચવા માટે નવા-નવા પેંતરા કરે છે.

વિનય શર્મા નામના દોષિતે સોમવારે જેલની દીવાલ સાથે માથું અથડાવીને ઇજા પહોંચાડી હતી. જેને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિનય તિહાડ જેલના બેરેક નંબર-3માં રહે છે. જેલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ દોષિતો પર કડી નજર રાખવામાં આવે છે. આમ છતાં પણ વિનય ખુદને ઇજા પહોંચાડવામાં સફળ થયો હતો. જયારે વોર્ડને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે ઘાયલ થઇ ચુક્યો હતો.

Image Source

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનયે જેલમાં ગ્રીલ સાથે હાથ ફંસાવીને ફ્રેક્ચર કરવાની પણ કોશિશ કરી હતી. વિનયના વકીલે કહ્યું હતું કે, આ ઘટના 16 ફેબ્રુઆરીની છે. વિનયની માતાએ આ જાણકારી 17 ફેબ્રુઆરીએ આપી હતી. વિનયની માટે 17 ફેબ્રુઆરીએ જયારે વિનયને મળવા ગઈ હતી ત્યારે વિનયે તેની માતાને ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો. વિનયના વકીલે કહ્યું હતું કે વિનયની માનસિક હાલત સારી નથી. નવું ડેથ વોરંટ જાહેર કર્યા બાદ તેનું હાલત ખરાબ થતી જાય છે.

Image Source

આ સિવાય વિનયે નવો પેંતરો કર્યો છે. વિનય ચૂંટણી આયોગ પાસે પહોંચ્યો છે. વિનયના વકીલે ચૂંટણી આયોગમાં અરજી દાખલ કરી છે કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવા અંગે દિલ્લી સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. વકીલે કહ્યું હતું કે, જયારે વિનયની દય અરજી દિલ્લી સરકારે રાષ્ટ્રપતિ પાસે મોકલી ત્યારે દિલ્લીમાં આચારસંહિતા હતી.

Image Source

જણાવી દઈએ કે, દિલ્લીની પટિયાલા કોર્ટે નિર્ભયા ગેંગ રેપ અને બળાત્કારન આરોપીઓને ત્રણ માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી દેવા માટે નવું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રીજી વાર ડેથ વોરંટ આપવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.