રાજકોટના એક મોટા અગ્રણીના પુત્રનું લીંબડી નજીક અકસ્માતમાં મોત, ઉમર ફક્ત 31 હતી

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો, જેમાં રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રનું કાર અકસ્માતમાં મોત થયું. શનિવારના રોજ રાત્રે રાજકોટ અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક સર્જાયેલા અકસ્માતમાં વિમલ પરમાન નામના યુવકનું મોત નિપજ્યુ હતુ. મૃતક રાજકોટ ભાજપના આગેવાનનો પુત્ર હતો.

મૃતક તેના મિત્ર સાથે અમદાવાદથી કારમાં પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન જ કાર રસ્તા પરથી નીચે ઉતરી જઇ નાળામાં ખાબકી હતી અને જીવલેણ અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સંતકબીર રોડ પરના નંદુબાગ સોસાયટીમાં રહેતા રમેશભાઇ પરમારનો 31 વર્ષિય પુત્ર વિમલ શનિવારના રોજ મિત્ર સાથે અમદાવાદથી રાજકોટ પરત ફરી રહ્યો હતો ત્યારે બંને લીંબડી નજીક બની રહેલા ઓવરબ્રિજ પાસે પહોંચ્યા,

Image source

આ દરમિયાન અચાનક વિમલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી નાળામાં ખાબકી. આ દરમિયાન કારમાં બેઠેલો જિગ્નેશ કારમાંથી બહાર નીકળવામાં સફળ થયો પણ વિમલ પરમારને ગંભીર ઇજા પહોંચવાને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કાર ખરીદવી હોવાને કારણે વિમલ તેના મિત્ર સાથે અમદાવાદ ગયો હતો પણ રસ્તામાં જ તેને કાળ આંબી ગયો.

Shah Jina