પાણીમાં વહેવા લાગી ડઝનો બકરીઓ તો ગ્રામીણોએ બચાવ્યો આવી રીતે જીવ- વીડિયો જોઇ તમે પણ કરશો સેલ્યુટ

પાણીના તેજ વહાવમાં વહી ના જાય બકરીઓ એટલે લોકોએ બતાવી એવી એકતા કે વીડિયો જીતી લેશે દિલ !

માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અવાર નવાર આપણે સોશિયલ મીડિયા પર અલગ અલગ ફની, ડાન્સ અને મજાકવાળા વીડિયો જોતા રહીએ છીએ, પરંતુ રાજસ્થાનના સિરોહી જિલ્લાના એક વીડિયોએ ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે માનવતાથી મોટું કંઈ નથી.

થયું એવું કે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં મીરપુર નદીના જોરદાર પ્રવાહને કારણે મોટી સંખ્યામાં બકરીઓ તણાઈ જવાનો ખતરો પેદા થયો હતો. આવી સ્થિતિમાં ગ્રામજનોએ બકરીઓને બચાવવાની જવાબદારી પોતાના માથે લીધી. સેંકડો બકરીઓના ટોળાને બચાવવા માટે ગામલોકો ઝડપથી વહેતી નદીમાં માનવ સાંકળ બાંધીને ઉભા હતા. તમામ લોકોએ મળીને મૂંગા પશુઓને ડૂબતા બચાવ્યા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને હંસરાજ મીનાએ પોતાના હેન્ડલ @HansrajMeena X પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે.

Shah Jina