ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

દીકરાના મૃત્યુથી આઘાતમાં હતો પરિવાર, શોક જતાવવા પહોંચેલા 100 લોકોએ ખરાબ થતા પાકને લણી લીધો – વાંચો હૃદયસ્પર્શી સત્ય સ્ટોરી

રાજસ્થાનમાં હાલમાં જ સમાજ પ્રત્યે માન ઉપજાવે એવી એક અનોખી ઘટના ઘટી હતી. આ ઘટના વિશે જાણીને એવું સ્પષ્ટ થાય છે કે લોકોમાં હજુ પણ એકબીજા પ્રત્યે મદદની ભાવના અકબંધ છે. રાજસ્થાનના જોધપુર નજીક દયાકૌર ગામના એક પરિવાર પર આવેલી મુસીબતમાં સાથ આપવા માટે અને મુશ્કેલીને ઓછી કરવા માટે આખું ગામ આગળ આવ્યું હતું.

Image Source

દયાકૌર ગામના ભુરાલાલ પાલીવાલના 18 વર્ષીય દીકરાનું મૃત્યુ થયું. દીકરો ગણપતરામ છત્તીસગઢના રાયપુર ફર્નીચરનું કામ કરનાર પોતાના ભાઈને મળવા ગયો હતો. ત્યાં અચાનક જ પેટમાં દુખાવા સાથે તેની તબિયત ખરાબ થઇ અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. પરિવાર આ આઘાત સહન ન કરી શક્યો. આખા ઘરની જવાબદારી અને ખેતીવાડીની જવાબદારી પણ ગણપતરામે જ ઉઠાવીને રાખી હતી. હવે આ જવાબદારી ઉઠાવનાર એકાએક આ દુનિયાને અલવિદા કહીગયો અને પરિવાર પર મુસીબત આવી પડી.

Image Source

બીજી તરફ ખેતરમાં ઘઉંનો પાક લણવા લાયક થઇ ગયો હતો. અત્યારે વાતાવરણ પણ બદલાઈ રહ્યું હતું જેથી આ પાકને નુકશાન થવાની શક્યતાઓ હતી. ત્યારે શોક મનાવવા આવેલા લોકોએ આ પરિવારની મદદ કરવાનો નિર્ણય કર્યો.

Image Source

ભુરાલાલના પરિવારની મદદ માટે 100 લોકો આગળ આવ્યા અને એક દિવસે બધા જ મળીને ખેતરમાંથી પાકને લણવામાં લાગી ગયા. બપોર સુધી એટલે કે 7 કલાકમાં તો 10 વિઘાની વાડીમાં ઉભું જીરું અને ઘઉંનો પાક કાપી લીધો અને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધો. પાલીવાલ પરિવારે જયારે તેમના ખેતરમાં 100 લોકોને કામ કરતા જોયા તો બધા જ રડી પડયા હતા. આ મદદ માટે પાલીવાલ પરિવારે પણ ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે આજના સમયમાં કોઈ ક્યાં કોઈની મદદ કરે છે, હું આ મદદ ક્યારેય નહિ ભૂલી શકું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks